જર્મનીનો શિવામ્બુપ્રેમી રોજ અડધો લિટર સ્વમૂત્ર પીએ છે અને...

06 September, 2020 07:32 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

જર્મનીનો શિવામ્બુપ્રેમી રોજ અડધો લિટર સ્વમૂત્ર પીએ છે અને...

જર્મનીનો શિવામ્બુપ્રેમી રોજ અડધો લિટર સ્વમૂત્ર પીએ છે

જર્મનીનો ૨૬ વર્ષનો શિવામ્બુપ્રેમી યુવાન રોજ ત્રણથી સાત પૉઇન્ટ સ્વમુત્ર પીએ છે અને સિરિન્જ વડે એનાં ટીપાં નાક, કાન અને આંખમાં પણ નાખે છે. ૨૦૧૭માં ઇન્ટરનેટ પર શિવામ્બુ કલ્પ વિશે વાંચ્યા પછી હૅમ્બર્ગના સ્પોર્ટ્સ કોચ અને સ્ટુડન્ટ જો શુનમેને નિયમિત રીતે શિવામ્બુ પ્રયોગ અપનાવ્યો હતો. શિવામ્બુ પ્રયોગ ડિપ્રેશનનો મુકાબલો કરવામાં ઘણો મદદરૂપ થયો હોવાનું જો શુનમૅન કહે છે. શિવામ્બુ પ્રયોગ પછી એ જર્મન યુવાન કહે છે કે શરીરની વ્યાધિઓના નિવારણ કે સારવાર-સુધારાની વ્યવસ્થા પણ શરીરમાં જ હોય છે એ વાત મને સમજાઈ છે.  

germany offbeat news hatke news international news