સ્કીઇંગ માટે બરફ નહોતો એટલે રિસૉર્ટે હેલિકૉપ્ટરથી 50 ટન બરફ મગાવ્યો

19 February, 2020 07:40 AM IST  |  France

સ્કીઇંગ માટે બરફ નહોતો એટલે રિસૉર્ટે હેલિકૉપ્ટરથી 50 ટન બરફ મગાવ્યો

ફ્રાન્સના પાયરેની ક્ષેત્રના બહુચર્ચિત સ્કી રિસૉર્ટ લુચોન સુપર બૅગનર્સના ઢોળાવ પર સ્કીઇંગ માટે પૂરતા પ્રમાણમાં બરફના અભાવે એ સ્કી રિસૉર્ટ બંધ થવાની તૈયારીમાં હતો, પરંતુ એ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક સુધરાઈએ હેલિકૉપ્ટર દ્વારા બરફ મગાવવાનો નિર્ણય લીધો હતો. એ નિર્ણય અનુસાર બે દિવસોમાં ૫૦ ટન કરતાં વધારે બરફ મગાવવામાં આવ્યો હતો. હેલિકૉપ્ટરની એક ટ્રિપનો ખર્ચ ૬ લાખ રૂપિયા થતો હતો. ફ્રાન્સના અનેક સ્કી રિસૉર્ટ્સ બરફના અભાવે બંધ થવાની તૈયારીમાં છે એવા સમયમાં સેંકડો પર્યટકોની અવરજવર ધરાવતા આ રિસૉર્ટમાં આ રીતે સ્કી રિસૉર્ટની પ્રવૃત્તિ ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

france offbeat news hatke news