બલૂનમાં બેસીને નહીં, એના પર ડાન્સ કરીને રેકૉર્ડ બનાવ્યો આ યુવકે

24 February, 2020 07:44 AM IST  |  France

બલૂનમાં બેસીને નહીં, એના પર ડાન્સ કરીને રેકૉર્ડ બનાવ્યો આ યુવકે

બલૂન

રેમી ઑવરાર્ડ નામના ૨૬ વર્ષના યુવકે પશ્ચિમી ફ્રાન્સના ચેટેલેરોલ્ટમાં હૉટ ઍર બલૂન પર ઊભા રહીને પ્રવાસ કર્યો હતો. આ બલૂન સમુદ્રતટથી ૩૨૮૦ ફીટની ઊંચાઈએ હતું અને રેમી એના પર સમતોલ જાળવવામાં સફળ રહ્યો હતો. આ બલૂન રેમીના પિતા જ ઉડાડી રહ્યા હતા.

રેમીએ પડકારને મુશ્કેલ બનાવવા બલૂન પર એક મેટલ ચૅર રાખી હતી, જેના પર તેણે સમતોલ જાળવવાનું હતું.  ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ મુજબ આ પહેલાં હૉટ ઍર બલૂનની ટોચ પર ઊભા રહેવાનો કોઈ રેકૉર્ડધારક નહોતો એટલે રેમીએ કરેલું કરતબ એ પહેલવહેલું હતું અને તેના નામે રેકૉર્ડ થયો હતો.

આ પણ વાંચો : દીકરાના લંચ-બૉક્સની ટીકા કરતી ટીચરને મમ્મીએ ચિઠ્ઠીમાં આવો જવાબ આપ્યો...

૨૦૧૬માં સ્કાય ડ્રિફ્ટર્સ હૉટ ઍર બલૂનિંગ દ્વારા પોસ્ટ કરેલા એક વિડિયોમાં એક વ્યક્તિ બલૂન પર ઊભો રહેલો જોવા મળ્યો હતો, પરંતુ એની વિગતો કોઈ પાસે નહોતી. 

france offbeat news hatke news