ઑનલાઇન પાંચ લાખ ખર્ચીને બિલાડી ખરીદેલી, પણ નીકળ્યો સુમાત્રન ટાઇગર

12 October, 2020 07:52 AM IST  |  France | Gujarati Mid-day Correspondent

ઑનલાઇન પાંચ લાખ ખર્ચીને બિલાડી ખરીદેલી, પણ નીકળ્યો સુમાત્રન ટાઇગર

ટાઈગર

ભારતના રૉયલ બૅન્ગૉલ ટાઇગર્સની માફક ઇન્ડોનેશિયાના સુમાત્રન ટાઇગર્સ વિખ્યાત છે. સુમાત્રન ટાઇગર્સની સંખ્યા સતત ઘટતી જાય છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફન્ડના આંકડા મુજબ માંડ ૪૦૦ કરતાં ઓછા સુમાત્રન ટાઇગર્સ બચ્યા હોવાનું જાણવા મળે છે. આ સુમાત્રન ટાઇગરનું બચ્ચું તાજેતરમાં ફ્રાન્સના એક દંપતી માટે આશ્ચર્યનો વિષય બન્યું હતું. એક દંપતીએ સાવન્નાહ કૅટ નામે ઓળખાતી જાતિની બિલાડીનું બચ્ચું પાળવા માટે ઑનલાઇન ખરીદ્યું હતું. ૨૦૧૮માં આ યુગલે આફ્રિકન અને ફ્રાન્સની સ્થાનિક જાતિની બિલાડીના મિશ્રણ રૂપ- ક્રૉસબ્રીડ બિલાડીના બચ્ચાનો ઑનલાઇન ઑર્ડર આપ્યો. લગભગ ૭૦૦૦ ડૉલર (અંદાજે ૫.૧૧ લાખ રૂપિયા) ચૂકવ્યા હતા. પરંતુ તેમના ઘરે આ બચ્ચું આવ્યું એ પછી એની હરકતો જોઈને યુગલ મૂંઝવણમાં મુકાઈ ગયું. હકીકતમાં તેમને જે બચ્ચું ઑર્ડર કર્યું હતું એના કરતાં ઘણું મોટું અને મોંઘું પાળેલું પ્રાણી મળ્યું હતું. તેમને જે બચ્ચું મળ્યું એને એકાદ અઠવાડિયું રાખ્યા પછી એ દંપતીએ પોલીસને ફરિયાદ કરી હતી.

તપાસ કરતાં એ બચ્ચું હકીકતમાં ત્રણ મહિનાનું દુર્લભ બનતી જાતિના વાઘ-સુમાત્રન ટાઇગરનું બચ્ચું હતું. એ ગરબડ કેવી રીતે થઈ એની તપાસ બે વર્ષથી ચાલે છે, પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી. જોકે છેલ્લા અહેવાલો મુજબ ફ્રાન્સની પોલીસે એ દંપતી સહિત નવ જણની દુર્લભ જાતિના પ્રાણીઓની ગેરકાયદે હેરફેરના આરોપસર ધરપકડ કરી છે.

france offbeat news hatke news international news