આ ફ્રેન્ચ ઍથ્લીટે બાલ્કનીમાં દોડીને 6 કલાક 48 મિનિટમાં મૅરથૉન પૂરી કરી

26 March, 2020 11:23 AM IST  |  France | Gujarati Mid-day Correspondent

આ ફ્રેન્ચ ઍથ્લીટે બાલ્કનીમાં દોડીને 6 કલાક 48 મિનિટમાં મૅરથૉન પૂરી કરી

ઍથ્લીટ એલિશ નોચોમોવિત્ઝ

આઇસોલેશનમાં બેઠાં-બેઠાં એમ જ શું કરવું? એવો સવાલ થતો હોય તો ફ્રાન્સના આ ઍથ્લીટ પાસેથી શીખવા જેવું છે. ૩૨ વર્ષના ઍથ્લીટ એલિશ નોચોમોવિત્ઝે કોરોના રોગચાળાના આઇસોલેશન દરમ્યાન મૅરથૉનની પ્રૅક્ટિસમાં કોઈ ગૅપ રાખ્યો નથી. ફ્રાન્સના બલ્મા શહેરમાં રહેતા એલિશ ૧૫ માર્ચે બાર્સેલોના મૅરથૉનમાં દોડવાનો હતો, પરંતુ એ સમયગાળો વીતી ગયો અને રોગચાળાને કારણે તે થોડો મહિના સુધી ક્યાંય દોડી શકે એમ નહોતું. એમ છતાં ભાઈસાહેબ જરાય હતાશ થયા નહોતા. એટલું જ નહીં, તેણે પોતાના ફ્લૅટની ૨૩ ફુટ લાંબી બાલ્કનીમાં દોડી-દોડીને ૬ કલાક ૪૮ મિનિટમાં મૅરથૉનનું ૨૬.૨ માઇલ્સનું અંતર પાર કર્યું હતું. અત્યાર સુધીમાં ૩૬ મૅરથૉનમાં દોડી ચૂક્યા પછી પણ આ ઍથ્લીટનું કહેવું છે કે રોડ પર દોડવા કરતાં બાલ્કનીમાં દોડવાનું વધુ ચૅલેન્જિંગ હતું. એલિશે દોડનો એ વિક્રમ હાલના રોગચાળાના સંજોગોમાં લોકોના આરોગ્યની કાળજી રાખતા તબીબી કર્મચારીઓને અર્પણ કર્યો હતો.

international news offbeat news hatke news