આ રીતે દોરડા કૂદાતા જોઈને આશ્ચર્યમાં પડી જશો

28 September, 2020 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રીતે દોરડા કૂદાતા જોઈને આશ્ચર્યમાં પડી જશો

દોરડા કૂદવાનો આર્ટ

હિન્દી ફિલ્મોનાં કેટલાંક ફેવરિટ નામમાં એક છે જોરાવર સિંહ; પરંતુ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ કે હરિયાણામાં ખરેખર ઢગલાબંધ સંખ્યામાં વીર મુછાળા જોરાવરસિંહ છે. એ બધા કેટલા જોરદાર છે એ તો સ્થાનિક લોકો જાણતા જ હશે.

યાદ છે થોડા સમય પહેલાં એક જોરાવરસિંહે રોલર સ્કેટ્સ સાથે દોરડા કૂદીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિક્રમ નોંધાવ્યો હતો. આ જ જોરાવર સિંહે તેનો દોરડા કૂદવાનો આર્ટ જોઈને ચકિત થઈ જવાય એવો વિડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ-પ્રોફાઇલ પર શૅર કર્યો છે. વિડિયોમાં કૂદવા માટેના બે દોરડા પકડીને ચાર જણ દેખાય છે. એકના ખભા પર એક એમ બબ્બે જણ મળીને ચાર જણ અજબ-ગજબ રીતે અવનવા ફૉર્મેશન્સમાં તાલબદ્ધ રીતે દોરડા કૂદતા જોવા મળે છે. જોરાવરે પોસ્ટ કરેલા વિડિયોની નીચેની કમેન્ટમાં લખ્યું છે કે ૬ વર્ષની મહેનતના પરિણામરૂપે ‘પિરામિડ વ્હીલ ફ્રી સ્ટાઇલ જમ્પ રોપ’ના ખેલમાં સિદ્ધિ મેળવી છે. એકસાથે બબ્બે દોરડા પર બે માણસો હૅન્ડસ્ટૅન્ડ કરીને સ્કિપિંગ કરતા હોય એવું જોઈને ભલભલાનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી જાય છે.

offbeat news hatke news international news