વાળના એક્સટેન્શન માટે એક વર્ષ સુધી ખરતા વાળ ભેગા કર્યા

13 April, 2021 08:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે લોકો પોતાના વાળ માટે બજારમાંથી તૈયાર એક્સટેન્શન ખરીદતા હોય છે

વાળ

એવા ઘણા લોકો છે, જેઓ એક વાર કોઈ વાતનો નિશ્ચય કરી લે તો પછી એ પૂરું કરીને જ જંપે છે, પછી ભલે એ ખરતા વાળ ભેગા કરવાનું કામ જ કેમ ન હોય.

જોકે સામાન્ય રીતે લોકો પોતાના વાળ માટે બજારમાંથી તૈયાર એક્સટેન્શન ખરીદતા હોય છે, પરંતુ આ યુવતીએ જાતે એક્સટેન્શન તૈયાર કરવાનો નિર્ણય લીધો અને તકિયા, રૂમાલ અને બીજી જે પણ જગ્યાએથી વાળ મળ્યાં એ એકઠા કરીને એક ઝિપલૉક બૅગમાં ભરવાની શરૂઆત કરી અને બૅગ ફુલ ન ભરાઈ ત્યાં સુધી તે વાળ ભેગા કરતી રહી. તેણે ગણતરી માંડી કે જો રોજના ૪૦થી ૨૦૦ વાળ ખરે તો એક વર્ષમાં ૩૬,૦૦૦ જેટલા વાળ ભેગા થઈ શકે. હવે ખરી મહેનતનું કામ શરૂ થયું. તેણે એક ડબલ સાઇડેડ ટેપ લઈને એક-એક વાળને એના પર ​ચોંટાડવાની શરૂઆત કરી પ્રત્યેક વખતે એ વાળને ઓળતી રહેતી હતી. આ આખી ઘટનાનો તેણે વિડિયો ઉતાર્યો. ટિકટૉક પર અપલોડ કરેલા તેના વિડિયોને ૨૧૦ લાખ વ્યુઝ મળ્યાં હતાં, સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ એને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.

ત્યાર બાદ યુવતીએ આ એક્સટેન્શનને વાળમાં બેસાડતો વિડિયો પણ પોસ્ટ કર્યો હતો. એક્સટેન્શન સેટ કરતી વખતે ટેપ તેના વાળમાં ચોંટી જતી હતી. જોકે કેટલાક નેટિઝન્સે તેના આ પ્રયાસને બિરદાવ્યો તો વળી કેટલાકે એને સમયનો વેડફાટ ગણાવ્યો.

offbeat news viral videos