મારા બકરાનો બાપ કોણ? એ જાણવા પૅટરનિટી ટેસ્ટ કરાવવા કોર્ટમાં અરજી

26 June, 2020 07:11 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

મારા બકરાનો બાપ કોણ? એ જાણવા પૅટરનિટી ટેસ્ટ કરાવવા કોર્ટમાં અરજી

બકરી

અમેરિકાના ફ્લૉરિડાની ક્રિસ હેડસ્ટ્રોમ નામની મહિલાએ ગયા ડિસેમ્બરમાં પાડોશણ હીધર ડાયનર પાસેથી નાઇજિરિયન ઓલાદના ઠીંગણા કદના બકરા ૯૦૦ ડૉલર (લગભગ ૬૮,૦૦૦ રૂપિયા)ની કિંમતે ખરીદ્યા હતા, પરંતુ હવે તેણે કોર્ટમાં લૉ સૂટ ફાઇલ કરીને એ બકરાની પૅટર્નિટી (ડીએનએ) ટેસ્ટ કરાવવા અથવા ચૂકવેલી રકમના રીફન્ડની માગણી કરી છે. એ બકરાની નોંધણી અમેરિકન ડેરી ગૉટ રજિસ્ટ્રેશન અસોસિએશનમાં કરી શકાઈ હોત, કારણ કે રજિસ્ટર્ડ બકરાની કિંમત વધારે હોય છે. એ અસોસિએશન અમેરિકાસ્થિત બકરાની ઓલાદો અને જાતિ-પ્રજાતિનો રેકૉર્ડ રાખે છે.

૧૦ વર્ષથી ફ્લૉરિડાના બેક્સ્ટર લેન ફાર્મમાં બકરા વેચતી હીધર ડાયનર તેની પાસેથી પશુઓ ખરીદનારને એમની ઓલાદ-જાતિ-પ્રજાતિ વગેરેની વિગતવાર માહિતી આપે છે. એ વિગતોના આધારે ખરીદી કરનાર વ્યક્તિઓ જાતે અસોસિએશનમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. બકરાના બાપનું રજિસ્ટ્રેશન કરેલું છે, પરંતુ એનાં બચ્ચાંના રજિસ્ટ્રેશનની ક્રિસ હેડસ્ટોર્મની અરજી અસોસિએશને નકારી હતી, કારણ કે વિક્રેતા હીધર ડાયનર અસોસિએશનમાં ઍક્ટિવ મેમ્બર નથી.

બચ્ચાઓની ડીએનએ-ટેસ્ટ માટે એના પિતાના ૪૦ વાળ (મૂળ સહિત) લૅબોરેટરીમાં આપવાના હોય છે એથી હેડસ્ટોર્મે ગયા ફેબ્રુઆરી મહિનામાં પાડોશી હીધર ડાયનરને પત્ર લખીને બચ્ચાંની ડીએનએ-ટેસ્ટ કરાવવાનો અનુરોધ કર્યો હતો. ડાયનરે એ પત્રના જવાબમાં હેડસ્ટોર્મને બકરા પાછા આપીને પૈસા લઈ જવાની ઑફર કરી હતી.

હાલમાં હીધર ડાયનર કહે છે કે હેડસ્ટોર્મ ત્રણ મહિનાથી તેના ફાર્મ પર પોલીસ જવાનોને લઈને આવે છે અને તે ફાર્મમાં ગેરકાયદે પ્રવેશ પણ કરે છે. હિલ્સબરો કાઉન્ટીના શેરિફ ત્રણ વખત એ પ્રૉપર્ટીની મુલાકાત લઈ ચૂક્યા છે. લાંબા વખત સુધી ચૂપચાપ બેઠેલી હેડસ્ટોર્મે અચાનક કોર્ટમાં લૉ સૂટ ફાઇલ કર્યો હોવાનું હીધર ડાયનર કહે છે.

united states of america florida offbeat news hatke news international news