225 કિલો વજનનો આ જાડિયો માણસ પૈસા કમાવા માટે 10,000 કૅલરી ખાય છે

15 August, 2020 07:37 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

225 કિલો વજનનો આ જાડિયો માણસ પૈસા કમાવા માટે 10,000 કૅલરી ખાય છે

225 કિલો વજનનો જાડિયો માણસ

ગેઇનર બુલના હુલામણા નામથી ઓળખાતો ૨૨૫ કિલો વજન ધરાવતો ૪૪ વર્ષનો બ્રાયન રોજની ૧૦,૦૦૦ કૅલરી ખાય છે જે એક સામાન્ય માનવીની આખા દિવસની જરૂરિયાત કરતાં ચાર ગણી વધુ છે.

ફ્લૉરિડામાં રહેતા બ્રાયને ૨૦ વર્ષ પહેલાં વજન વધારવાની શરૂઆત કરી હતી. એ સમયે તેનું વજન ફક્ત ૮૧ કિલો હતું. એ પછી તે ચરબીવાળા ફૅટિશ સમુદાયનો સભ્ય બન્યો અને વજન વધારવામાં તેને ખુશી મળવા લાગી. હજીયે તેની વજન વધારવાની ઝુંબેશ ચાલુ જ છે. બ્રાયનનું કહેવું છે કે તે ૬ વર્ષનો હતો ત્યારથી વધુ વજનના શરીર સાથે કાર્ટૂન જોવું પસંદ કતો હતો. કિશોરાવસ્થામાં તેણે કસરત શરૂ કરી દીધી હતી, પણ વીસીમાં પ્રવેશતાં જ ફરીથી તેણે વજન વધારવાનું શરૂ કરી દીધું હતું.

તેણે વજન વધારવામાંથી પણ પૈસા કમાવાની તરકીબ શોધી કાઢી છે. ખાવાનો શોખ પૂરો કરવા માટે તેણે પોતાના ફૅન્સનું એક ખાસ અકાઉન્ટ તૈયાર કર્યું જેના સબસ્ક્રાઇબર્સ તેને ખાતો જોવા માટે પૈસા ચૂકવે છે. દર મહિને ૨૦ ડૉલર ચૂકવીને લોકો બ્રાયનને રોજ ૧૦,૦૦૦ કૅલરી ફૂડ ઓહિયાં કરતો જુએ છે. તે રોજ ઇન્સ્ટાગ્રામ પર પોતાની રૂટીન તસવીરો અને વિડિયો શૅર કરે છે. વજન વધારવું અને એકસામટું આટલુંબધું ખાવું એ અઘરું છે અને હવે ઉંમરની સાથે એ કામ વધુ પડકારજનક બની રહ્યું છે એવું તેને લાગવા માંડ્યું છે.

florida offbeat news hatke news international news