બારીની સફાઈ કરવા હવામાં લટક્યા હો અને તોફાન આવે તો શું થાય

03 May, 2020 07:28 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

બારીની સફાઈ કરવા હવામાં લટક્યા હો અને તોફાન આવે તો શું થાય

બારીની સફાઈ કરવા હવામાં લટક્યા હો અને તોફાન આવે તો શું થાય

બહુમાળી કાચની ઇમારતોને બહારથી સાફ કરવા માટે ઉપરથી નીચે મોટો ઝૂલો બાંધીને સફાઈ કરનારાઓ નીચે ઊતરતા હોય છે. જોકે એવા સમયે અચાનક આંધી જેવું આવે અને તમે હવામાં લટકતા હો તો શું થાય? એવું જ કંઈક અમેરિકાના ફ્લૉરિડામાં બન્યું. કાચની બારી સાફ કરવા નીચે ઊતરેલા સફાઈ-કામદારો અચાનક જોરદાર પવન ફૂંકાતાં ક્યાંય સુધી ઝૂલા સાથે હવામાં અહીં-તહીં ફંગોળાતા રહ્યા હતા. આ ઘટના સમયે બીજા બિલ્ડિંગની બારીમાંથી એનો વિડિયો લેવામાં આવ્યો હતો. વિડિયોમાં પાછળ જોરથી ચાલતી હવાનો અવાજ આવી રહ્યો છે અને બારીઓ ધોવા માટે લગાવેલું પ્લૅટફૉર્મ બારીના મસમોટા કાચના સમાંતર સ્થિર થતાં પહેલાં હવામાં ૧૮૦ ડિગ્રીએ ઝૂલતા કામદારોના જીવ તાળવે ચોંટ્યા હતા. હવાની ગતિ ૪૭ કિલોમીટર પ્રતિ કલાકની હતી. પ્લૅટફૉર્મ સ્થિર થતાં એક કામદાર ધીમેકથી સરકીને બીજા કામદાર પાસે પહોંચતો દેખાય છે. પ્લૅટફૉર્મ હવામાં ઝૂલતું હોય તો ભયના માર્યા એકમેક સામે તાકી રહે છે.

વિડિયો ઉતારનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે એકદમ શાંત વાતાવરણ હતું અને તોફાનનો કોઈ અંદેશો નહોતો એવામાં અચાનક જ પૂરા જોશથી હવા ચાલવા લાગી અને તોફાની પવન ફૂંકાયો. કામદારો લગભગ ૨૦ મિનિટ સુધી આવા અસ્થિર ઝૂલા પર ઊભા રહ્યા અને પ્લૅટફૉર્મ સ્થિર થતાં નજીકના એક ઘરની બાલ્કની પર સુરક્ષિત રીતે ઘરમાં પહોંચી ગયા હતા.

offbeat news hatke news florida international news