બોલો, હવે મગર અને સાપની ત્વચાના ફેસ-માસ્ક પણ મળશે

27 April, 2020 07:42 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

બોલો, હવે મગર અને સાપની ત્વચાના ફેસ-માસ્ક પણ મળશે

તમે પણ મગર કે સાપની ચામડીનો બનેલો માસ્ક ટ્રાય કરી શકો છો.

આજની તારીખમાં નાક અને મોંને કવર કરતો કોઈ પણ પ્રકારનો પ્રોટેક્ટિવ માસ્ક મેળવવો ખૂબ જ મુશ્કેલ છે, પણ જો તમે કોઈ સ્પેશ્યલ માસ્ક મેળવવા માટે પૈસા ખર્ચવા તૈયાર હો તો તમે મગર કે સાપની ચામડીનો બનેલો માસ્ક ટ્રાય કરી શકો છો. 

ઑલ અમેરિકન ગેટર નામની એલિગેટર અને સાપની ત્વચામાંથી ઉત્પાદનો બનાવવામાં નિષ્ણાત ફ્લૉરિડા સ્થિત કંપનીએ સરિસૃપની ત્વચાથી બનાવેલા વિશેષ કોવિડ-19 ફેસ-માસ્કનું વેચાણ શરૂ કરી દીધું છે. જોકે આ ત્વચાના બનેલા માસ્ક કોરોના વાઇરસ સામે કોઈ સુરક્ષા પ્રદાન કરતા નથી, પરંતુ એ એક ફૅશન-સ્ટેટમેન્ટ છે. માસ્કને ફિલ્ટર્સ અને લાઇનિંગ્સ નાખીને કાઢી શકાય એટલા સરળ બનાવવામાં આવ્યા છે.

અમેરિકન ગેટર કંપનીના માલિક બ્રેઇન વુડના મતે આ પરિસ્થિતિ ધાર્યા કરતાં લાંબો સમય ચાલશે અને અમુક લોકો આ દેશવ્યાપી રોગચાળા દરમ્યાન પણ ફૅશનને મહત્વ આપવા માગતા હોય છે, તેમને માટે કંપનીએ આ વિકલ્પ તૈયાર કર્યો છે. આ ફૅશન-માસ્ક હાઇપોઍલર્જેનિક સૉફ્ટ શેલ સિલિકોનથી બનાવવામાં આવે છે અને એના પર સરિસૃપ ત્વચા હોય છે. ફૅશન-માસ્કની ડિઝાઇન હજી પ્રારંભિક તબક્કામાં છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

offbeat news hatke news florida international news