પતિ પર શાર્કે હુમલો કર્યો, પ્રેગ્નન્ટ પત્નીએ પાણીમા કૂદીને તેને બચાવ્યો

26 September, 2020 07:24 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

પતિ પર શાર્કે હુમલો કર્યો, પ્રેગ્નન્ટ પત્નીએ પાણીમા કૂદીને તેને બચાવ્યો

પતિ પર શાર્કે હુમલો કર્યો

અમેરિકાના ફ્લૉરિડા પાસે દરિયામાં સ્નૉર્કેલિંગ ટ્રિપ દરમ્યાન ઍન્ડ્રુ એડી પર શાર્ક માછલીએ હુમલો કર્યો ત્યારે તેની સગર્ભા પત્ની માર્ગોટ ડ્યુક્સ એડી એક ક્ષણનોય વિચાર કર્યા વગર બોટમાંથી કૂદી પડી હતી. ૨૦ સપ્ટેમ્બરે માર્ગોટ તેનાં માતા-પિતા તથા અન્ય કુટંબીજનો સાથે ફ્લૉરિડા પાસે બોટમાં સ્નૉર્કેલિંગ ટ્રિપમાં નીકળી હતી ત્યારે આ ઘટના બની હતી. બોટ કિનારેથી રવાના થઈ રહી હતી ત્યારે ઍન્ડ્રુ અચાનક પાણીમાં પડ્યો હતો ત્યારે એક શાર્ક માછલી ઍન્ડ્રુના ખભા પર બચકું ભરવા આગળ વધતી હતી એ જ વખતે સગર્ભા માર્ગોટ પતિને બચાવવા દરિયામાં કૂદી પડી હતી. પતિ ઍન્ડ્રુને થોડી ઈજા થતાં લોહી વહેતું હતું, પરંતુ માર્ગોટે તેનો જીવ બચાવી લીધો અને પરિવારના અન્ય સભ્યોની મદદથી ઍન્ડ્રુને બોટમાં અંદર ખેંચી લેવાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે માર્ગોટના પિતા, બહેન અને બહેનનો બૉયફ્રેન્ડ પાણીમાં કૂદી પડ્યાં ત્યારે શાર્ક માછલીઓએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો નહોતો. ફ્લૉરિડાના જૉન્સન બીચ પર બનેલી આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.   

united states of america florida offbeat news hatke news