કોરોનાને કારણે રાહતમાં મળેલા પૈસાથી લમ્બોર્ગિની અને લક્ઝરી ચીજો ખરીદી

30 July, 2020 07:20 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

કોરોનાને કારણે રાહતમાં મળેલા પૈસાથી લમ્બોર્ગિની અને લક્ઝરી ચીજો ખરીદી

લમ્બોર્ગિની

કોરોના વાઇરસની મહામારીએ આખા વિશ્વને ભરડો લીધો છે. લગભગ દરેક દેશના અર્થતંત્ર પર એની માઠી અસર પડી છે. આવામાં અનેક સંસ્થાઓ અસરગ્રસ્ત વેપારીઓને મદદ કરવા આગળ આવી છે. આવી જ એક સંસ્થા પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ (પીપીપી)એ અનેક લોકોને સહાયતા કરી છે. જોકે કેટલાક લોકો રાહત માટે મળેલી રકમ મોજશોખ માટે ઉડાવી રહ્યા હોય ત્યારે શું કરવું? પીપીપી સંસ્થાના દાવા મુજબ ફ્લૉરિડાના ડેવિડ હાઇમ્સ તેને મળેલી ૪૦ લાખ અમેરિકી ડૉલરની સહાયતાની રકમમાંથી કર્મચારીઓને પગાર આપવા અને બિઝનેસ આગળ વધારવાને બદલે મોંઘીદાટ લમ્બોર્ગિની કાર અને અન્ય લક્ઝરી ચીજોની ખરીદી કરીને વેડફાટ કરી રહ્યો છે. આ માટે સંસ્થાએ તેની સામે છેતરપિંડીનો કેસ પણ કર્યો છે.

ફ્લૉરિડાના ડેવિડ હાઇમ્સે અનેક કંપનીઓ વતી આ સંસ્થા પાસેથી ૧૩.૫ મિલ્યન ડૉલર એટલે કે લગભગ એક અબજ રૂપિયાની સહાયતાની માગણી કરી હતી. જોકે તેને ચાર મિલ્યન ડૉલર એટલે કે બે કરોડ રૂપિયાની સહાય મળી હતી. આ રકમમાંથી ભાઈસાહેબે લમ્બોર્ગિની કાર અને માયામી બીચમાં રિસૉર્ટ ખરીદ્યાં હતાં.

લોન મેળવતી વખતે પણ ડેવિડ હાઇમ્સે તેના ૭૦ કર્મચારીઓને બાકી નીકળતા પગારની ચુકવણી કરવાનું ખોટું કારણ આપ્યું હતું. તેના બૅન્ક ખાતાની તપાસ કરાતાં તેની કંપનીમાં માત્ર બાર જ લોકો કામ કરતા હોવાનું અને તેમને પગારપેટે નજીવી રકમ ચૂકવ્યાનું જણાયું હતું.

florida offbeat news hatke news international news