પાંચ વર્ષની છોકરીએ બે કલાકમાં વાંચી નાખ્યાં ૩૬ પુસ્તક

13 April, 2021 08:17 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

અબુધાબીમાં પરિવાર સાથે રહેતી કિયારા કૌરમાં તેનાં માતા-પિતાએ નાનપણથી જ વાંચનની આદત કેળવી હતી

કિયારા કૌર

એક સારું પુસ્તક ૧૦૦ મિત્રોની ગરજ સારે છે એમ કહેવાય છે. આપણામાંના ઘણાને વાંચનની આદત હશે જ, પણ કેટલાએ પોતાની એ આદત પોતાનાં બાળકોમાં રોપવાની કોશિશ કરી હશે.

વેલ, અબુધાબીમાં પરિવાર સાથે રહેતી કિયારા કૌરમાં તેનાં માતા-પિતાએ નાનપણથી જ વાંચનની આદત કેળવી હતી. કિયારામાં વાંચનનાં મૂળ એટલાં ઊંડાં ઊતર્યાં છે કે તેણે કિયારાને લંડનની વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ અને એશિયા બુક ઑફ રેકૉર્ડ કાયમ કરવામાં મદદ કરી છે. કિયારાએ ૧૦૫ મિનિટમાં એટલે કે લગભગ બે કલાકમાં અટક્યા વિના ૩૬ પુસ્તકો વાંચી નાખ્યાં અને અનોખો વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો.

કિયારા ભારતીય મૂળની અમેરિકન છે. તે જન્મી અને પછી સમજણી થઈ ત્યારે તેના ગ્રૅન્ડફાધરે તેનામાં પુસ્તકો વાંચવાનો રસ જગાડ્યો હતો. તેમની પાસેથી તે કલાકો સુધી વાર્તા સાંભળતી હતી. કિયારાને મોટી થઈને ડૉક્ટર બનવું છે.

offbeat news international news abu dhabi