પાંચ મહિલાઓએ લેગો બ્રિક્સ પર સૌથી ઝડપી વૉકનો વિશ્વવિક્રમ બનાવ્યો

28 November, 2020 07:49 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

પાંચ મહિલાઓએ લેગો બ્રિક્સ પર સૌથી ઝડપી વૉકનો વિશ્વવિક્રમ બનાવ્યો

લેગો બ્રિક્સ પર સૌથી ઝડપી વૉકનો વિશ્વવિક્રમ બનાવ્યો આ મહિલાઓએ

ફ્લૉરિડાની પાંચ મહિલાઓએ રમકડાની લેગો બ્રિક્સના ઢગલા પર ઉઘાડા પગે ૨૦૪ માઇલ ચાલીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. લાઇફસ્ટાઇલ વેબસાઇટ વેલનેસ મમ્માની સ્થાપક અને સીઈઓ કૅટી વેલ્સે તેની ફ્રેન્ડ્સ એશ્લી, સવાના, ગ્રેસ અને કૅટને ‍એક કલાકમાં લેગો ઇંટ પર ઉઘાડા પગે ઝડપથી સૌથી લાંબું અંતર કાપવાનો રેકૉર્ડ બનાવવા માટે એકઠી કરી હતી.

રેકૉર્ડ બનાવવા માટે પ્રત્યેક મહિલાએ એક કલાકમાં ૩૨.૮ ફુટના ટ્રૅક પર ઓછામાં ઓછા ૨૦ રાઉન્ડ પૂરા કરવાના હતા. જોકે આ મહિલાઓએ તેમણે નિશ્ચિત કરેલા લક્ષ્ય કરતાં વધુ એટલે કે કુલ ૨.૦૪ માઇલ ચાલીને ગિનેસ રેકૉર્ડ બનાવ્યો હતો. આ લેગો ટ્રૅક સૅન્ટા રોઝા જિમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. કૅટી વેલ્સનું કહેવું છે કે હું ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવવા માગતી હતી અને આને માટે હું અન્ય મમ્મીઓનો સાથ લઈને કરવા માગતી હતી.

આમ પણ મહિલાઓ દિવસભર કામ માટે તેમ જ રાતે બાળકોની સંભાળ રાખવા માટે ઘરમાં ઉઘાડા પગે આંટા મારતી હોવાથી આ રેકૉર્ડ બનાવવામાં મમ્મીઓને ખાસ તકલીફ નહોતી પડી.

florida offbeat news hatke news international news