ઉત્સાહમાં આવી દીવો કરવાને બદલે મોઢામાંથી જ્યોત કાઢવા જતાં મોં દઝાડ્યું

08 April, 2020 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્સાહમાં આવી દીવો કરવાને બદલે મોઢામાંથી જ્યોત કાઢવા જતાં મોં દઝાડ્યું

મોઢામાં આગ લાગી

બાવીસમી માર્ચે જનતા કરફ્યુ દરમ્યાન અતિઉત્સાહીઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો તોડ્યા એવી રીતે ગયા રવિવારે પાંચમી એપ્રિલે રાતે ૯ વાગ્યે દીપક પ્રગટાવવાના ૯ મિનિટના કાર્યક્રમ દરમ્યાન પણ વિચિત્ર અનુભવ થયા હતા. બાવીસમી માર્ચે તો ફક્ત સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો તૂટ્યા હતા, પરંતુ પાંચમી એપ્રિલે તો જીવને જોખમમાં મૂકતાં સાહસ કરવામાં આવ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર વાઇરલ તસવીરો અને વિડિયોમાં લોકોના અનેકવિધ મિજાજો જોવા મળે છે. એક વખત તો વરઘોડામાં કે અન્ય સરઘસોમાં કેટલાક લોકો મોઢામાં ફૉસ્ફરસ જેવા જ્વલનશીલ પદાર્થનો ટુકડો રાખીને મશાલ કે મીણબત્તીની જ્વાળા કે જ્યોતને ફૂંક મારીને મોટો ભડકો કરતા હતા. એ રીતે મોઢેથી મીણબત્તીને ફૂંક મારીને ભડકો કરતો માણસ પાંચમી એપ્રિલે સોશ્યલ મીડિયા પર વાઇરલ વિડિયોમાં જોવા મળે છે. જોકે અચાનક તેના મોઢામાં આગ લાગી જતાં એ માણસને બચાવવા લોકો દોડી ગયા હોવાનું પણ વિડિયોમાં જોવા મળે છે.

international news offbeat news hatke news