ગૂગલ-મૅપ પર સર્ચ કરતાં ફિનલૅન્ડમાં વિલક્ષણ આર્ટ ઇન્સ્ટૉલેશન મળ્યું

18 May, 2020 07:47 AM IST  |  Finland | Gujarati Mid-day Correspondent

ગૂગલ-મૅપ પર સર્ચ કરતાં ફિનલૅન્ડમાં વિલક્ષણ આર્ટ ઇન્સ્ટૉલેશન મળ્યું

વિલક્ષણ આર્ટ ઇન્સ્ટૉલેશન

વિશ્વના અનેક દેશોમાં ક્વૉરન્ટીન અને આઇસોલેશનનો માહોલ ચાલે છે ત્યારે કરોડો લોકો લૉકડાઉન પૂરું થાય અને ફરી પ્રવાસ કરી શકાય ત્યારે કોઈ નવા ઓછા જાણીતા અને મજેદાર પ્રાંતમાં ફરવા જવાની શક્યતા તપાસી રહ્યા છે. એવા એક ભાઈ ગૂગલ-મૅપ પર પર્યટનનાં સ્થળો શોધતા હતા ત્યારે તેમને અચાનક ફિનલૅન્ડમાં અજાયબ પ્રકારનું આર્ચ ઇન્સ્ટૉલેશન મળ્યું હતું. દૂરથી જોતાં કોઈને એ આર્ટ ઇન્સ્ટૉલેશન લશ્કરી ટુકડીની માફક એક દિશામાં જતા માણસોના જૂથ જેવું લાગે છે. જોકે આ અમુક અંતરે ગોઠવેલાં કપડાં પહેરાવેલા ચાડિયાઓ જેવું જ છે. આર્ટિસ્ટ રેઇજો કેલાના આ આર્ટ ઇન્સ્ટૉલેશનનું નામ સાયલન્ટ પીપલ છે. ૧૯૮૮માં ફિનલૅન્ડની રાજધાની હેલ્સિન્કી પાસેના લાસીલા ગામમાં આ આર્ટ ઇન્સ્ટૉલેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી એને હેલ્સિન્કી શહેરના સેનેટ સ્ક્વેરની નજીક લઈ જવામાં આવ્યું. ત્યાર પછી જલોનુઓમા નદીને કિનારે અમાનસારી શહેરમાં અને ૧૯૯૪થી સુઓમુસાલ્મી શહેર પાસેના ખેતરમાં ગોઠવાયું છે. અહીંના સાઇલન્ટ પીપલ નામના ચાડિયાઓને દર થોડા મહિને નવા વાઘા પહેરાવવામાં આવે છે.

finland offbeat news hatke news