દીકરીને ખુશ કરવા પપ્પાએ કાર્ટૂન કૅરૅક્ટર પ્રિન્સેસનો વેશ ધારણ કર્યો

28 September, 2020 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરીને ખુશ કરવા પપ્પાએ કાર્ટૂન કૅરૅક્ટર પ્રિન્સેસનો વેશ ધારણ કર્યો

પપ્પાએ કાર્ટૂન કૅરૅક્ટર પ્રિન્સેસનો વેશ ધારણ કર્યો દીકરી માટે

ડૉટર્સ ડે નિમિત્તે ઘણા લાગણીસભર મેસેજિસ સોશ્યલ મીડિયા પર ફરતા થયા છે, પરંતુ કેટલાક મેસેજ અને ફોટોગ્રાફ્સ ખરેખર ભાવવિભોર કરી દે એવા છે. જૉન ડીન નામના નેટિઝને દીકરીને ખુશ કરવા માટે વૉલ્ટ ડિઝનીની ઍનિમેશન ફિલ્મ બ્યુટી ઍન્ડ ધ બીસ્ટની ફેમસ કૅરૅક્ટર પ્રિન્સેસ બેલનો વેશ પહેરીને પોસ્ટ કરેલા ફોટોગ્રાફ્સ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર મશહૂર થયા છે. જૉન ડીન દીકરી માટે કેટલાક કૉસ્ચ્યુમ્સ લાવ્યા હતા અને સાથે તેઓ પણ એવા જ કોઈ ઍનિમેશન કૅરૅક્ટર જેવો વેશ ધારણ કરવાના હતા. જોકે પપ્પાએ પોતાની દીકરીને બ્યુટી ઍન્ડ બીસ્ટની પ્રિન્સેસનો કૉસ્ચ્યુમ પહેરવાનું કહ્યું અને તેને પૂછ્યું કે તારી સાથે હું પેલા રાક્ષસી પશુનો કૉસ્ચ્યુમ પહેરું? જવાબમાં દીકરીએ કહ્યું કે ના પપ્પા, તમે મારા જેવો જ પ્રિન્સેસનો કૉસ્ચ્યુમ પહેરો. બાપ-દીકરીએ પ્રિન્સેસ બેલનો કૉસ્ચ્યુમ પહેરીને જે ફોટોગ્રાફ્સ પાડ્યા છે એ નેટિઝન્સમાં બેહાદ લોકપ્રિય થયા છે. ટ્વિટર પર બે ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવામાં આવ્યા છે. એક ફોટોગ્રાફમાં દીકરીએ પ્રિન્સેસ બેલનો પીળો ગાઉન પહેર્યો છે અને બીજા મિરર સેલ્ફી ફોટોગ્રાફમાં જૉન ડીને પોતે એવો પીળો ગાઉન પહેર્યો છે. 

offbeat news hatke news international news