OMG! લૉકડાઉનમાં લગ્ન કર્યા એટલે જજે દંપતી અને પુજારી પર કરી FIR

19 February, 2021 01:50 PM IST  |  Faridabad | Gujarati Mid-day Online Correspondent

OMG! લૉકડાઉનમાં લગ્ન કર્યા એટલે જજે દંપતી અને પુજારી પર કરી FIR

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે લાગેલા લૉકડાઉન દરમિયાન પ્રેમ-વિવાહ કરવું એક પ્રેમી દંપતીને મોંઘુ પડી ગયું છે. ફરીદાબાદની જિલ્લા અદાલતે સુરક્ષા આપવાના આદેશ તો આપ્યા છે, સાથે જ લૉકડાઉનમાં લગ્ન કરવા પર પ્રેમી-દંપતી અથવા લગ્ન કરાવનાર પંડિત વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. FIR રદ કરવા માટે ત્રણેય પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પહોંચ્યા હતા.

હાઈકોર્ટે કહ્યું કે લૉકડાઉનમાં લગ્ન કરવા પર કોઈ પ્રતિબંધ નથી. 50થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ હતો. આ મામલામાં પ્રેમી-દંપતીના લગ્નમાં તેમના સિવાય બે સાક્ષી અને એક પંડિત હતા. એવામાં તેમણે કોઈ પણ નિયમો તોડ્યા નથી. આ સાથે હાઈકોર્ટે FIR રદ કરવાનો આદેશ જાહેર કર્યો હતો.

એવું બન્યું કે એક પ્રેમી-દંપતીએ 7 મે 2020ના રોજ ફરીદાબાદમાં આર્ય સમાજ મંદિરમાં પ્રેમ-વિવાહ કરી લીધા હતા. થોડા દિવસો બાદ બન્નેએ ફરીદાબાદ કોર્ટમાં જઈને પરિવારના સભ્યો દ્વારા જીવના જોખમને ટાંકીને સલામતીની અરજી કરી હતી. સેશન્સ કોર્ટે તેમને સુરક્ષા આપવાનો આદેશ તો આપ્યો, પરંતુ સાથે જ સવાલ પણ ઉઠાવ્યો તે 7 મેના રોજ તો લૉકડાઉન થયું હતું, પછી તેમના વિવાહ કેવી રીતે થયા.

કોર્ટે જણાવ્યું કે આર્ય સમાજ મંદિરમાં રાકેશ પંડિતે તેમના લગ્ન કરાવ્યા હતા. કોર્ટને ખબર પડી કે બન્નેએ લગ્ન માટે અધિકારીઓની કોઈપણ મંજૂરી પણ લીધી નથી. એના પર એડિશનલ સેશન જજે પ્રેમી યુગલ લોકેશ ગર્ગ અને સોનિયા તથા તેમના લગ્ન કરાવનાર પંડિત રાકેશ વિરૂદ્ધ ગુનો નોંધવાની પોલીસને ભલામણ કરી હતી. સેક્ટર સાત પોલીસ સ્ટેશને એડિશનલ સેશન જજની ફરિયાદ પર ત્રણે સામે ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ ત્રણેયએ તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

વકીલે કોર્ટને જણાવ્યું કે એક મેના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશના મુજબ વિવાહમાં 50 લોકોને એકત્રિત થવાની છૂટ આપવામાં આવી હતી, તેથી તેમને કોઈની પાસેથી પરવાનગી લેવાની જરૂર નહોતી. તેની સામે નોંધાયેલ એફઆઈઆર ખોટી છે. તે રદ થવું જોઈએ. હાઈકોર્ટના જસ્ટિસ રિતૂ બાહરીએ આ અરજી પર જ્યારે ફરીદાબાદ પોલીસ પાસે જવાબ માંગ્યો, ત્યારે પોલીસ જવાબમાં સાબિત નહીં કરી શકી કે લગ્નમાં ક્યાંય પણ લૉકડાઉનના નિયમોને તોડવાનું કામ કરવામાં આવ્યું છે. તેઝી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે નવ-વિવાહિત દંપતીન અને પુજારી સામે નોંધાયેલ એફઆઈઆર રદ કરવાની સૂચના જાહેર કરવામાં આવી છે.

faridabad national news offbeat news hatke news