ફરવા ગયેલો પરિવાર રસ્તો ભૂલી જતાં 34 દિવસ સુધી જંગલમાં ભટકતો રહ્યો

30 January, 2020 07:48 AM IST  |  Colombia

ફરવા ગયેલો પરિવાર રસ્તો ભૂલી જતાં 34 દિવસ સુધી જંગલમાં ભટકતો રહ્યો

કોલમ્બિયાનાં જંગલોમાં રજા ગાળવા પહોંચેલો એક પરિવાર રસ્તો ભૂલી જતાં જંગલમાં ભટકી રહ્યો હતો. લગભગ ૩૪ દિવસ પછી કોલમ્બિયન નેવીએ તેમને ઉગારીને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા.

કોલમ્બિયન નેવીના કમાન્ડર જનરલે જણાવ્યું કે ડિસેમ્બરની રજાઓ ગાળવા ૪૦ વર્ષની મહિલા અને તેના અનુક્રમે ૧૦, ૧૨ અને ૧૪ વર્ષનાં ત્રણ બાળકો કોલમ્બિયાના જંગલમાં ગયાં હતાં અને રસ્તો ભૂલી જતાં તેઓ કોલમ્બિયા-પેરુની સીમા પાસે ભૂલાં પડ્યાં હતાં.

જીવતા રહેવા માટે તેમણે જાંબુ ખાઈને અને પાણી પીને દિવસો વિતાવ્યા હતા. ખુલ્લા પગે જંગલમાં ભટક્યાં અને જાનવરોના ડરથી તેઓએ ઝાડ પર ચડીને રાતો વિતાવી હતી. ભટકતાં-ભટકતાં તેઓ પેરુની સીમામાં પહોંચી ગયાં હતાં. પરિવારની સાથે ગયેલા પર્યટકોએ આ વાતની માહિતી આપતાં તેમને શોધવાનું અભિયાન શરૂ થયું હતું અને ૩૪ દિવસ બાદ તેમને ઉગારી લેવાયા હતા.

આ પણ વાંચો : બહાર ફેંકી દીધા પછી પણ આ ભૂતિયા ઢીંગલી પાછી ઘરમાં આવી જાય છે

પરિવાર ઉત્તરીય પૂર્વી પેરુના યુનિબેટો સેક્ટરના એક ગામમાં મળ્યો હતો. ખોરાક-પાણીની શોધમાં તેઓ પુટ્ટુમાઓ નદીના કિનારે-કિનારે આગળ વધતાં પેરુની સરહદે પહોંચી ગયા હતા. ત્યાર બાદ પેરુના અધિકારીઓએ કોલમ્બિયન નેવીનો સંપર્ક કરીને આ પરિવારની માહિતી આપી હતી.

colombia offbeat news hatke news