વાંદરાને પણ છે 'કોરોના'નો ડર, એણે જે કર્યું એ જોઈને તમે પણ દંગ રહી જશો

08 July, 2020 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાંદરાને પણ છે 'કોરોના'નો ડર, એણે જે કર્યું એ જોઈને તમે પણ દંગ રહી જશો

વાંદરાએ ચહેરા પર કપડાંનો માસ્ક ઢાંકી રાખ્યો છે

સોશિયલ મીડિયા પર વાઈલ્ડ લાઈફ ફોટોઝ અને વીડિયોઝ ઘણા વાઈરલ થતા જોવા મળી રહ્યા છે અને એ લોકોને પસંદ પણ આવે છે. હાલ કોરોના વાઈરસે આખા વિશ્વમાં આતંક ફેલાવી રાખ્યો છે અને એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઈરસના લીધે લોકોનો હાલ બેહાલ થઈ ગયો છે અને આવો જ હાલ પ્રાણીઓનો પણ જોવા મળી રહ્યો છે. રસ્તો સૂમસામ હોવાથી તેઓ પણ રસ્તા પર ભૂખ્યા અને તરસ્યા ભટકી રહ્યા છે અને ખાવા માટે શિકારની શોધમાં નીકળી પડ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એક વાંદરાનો ફની વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ હેરાન થઈ જશો.

હકીકતમાં વાંદરાએ ચહેરા પર કપડાંનો માસ્ક ઢાંકી રાખ્યો હતો અને અહીંયા ત્યા ફરવા લાગ્યો હતો. આ વીડિયો એક વર્ષ જૂનો છે. ગયા વર્ષે આ વીડિયો ઘણો વાઈરલ થયો હતો. કોરોના વાઈરસની મહામારી વચ્ચે આ વીડિયો આ વર્ષે પણ ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

હાલ કોરોના વાઈરસના આતંક વચ્ચે દરેક લોકોએ માસ્ક પહેરવું આવશ્યક છે. સંશાધનમાં ખબર પડી કે ફૅસ માસ્ક કોવિડ-19ના કહેરને બચાવે છે. અભ્યાસ પણ દર્શાવે છે કે ઘરના બનેલા માસ્ક પણ કોરોનાથી બચાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વાંદરાએ ચહેરા પર માસ્ક પહેરી રાખ્યું છે અને આમતેમ દોડી રહ્યો છે. આ વીડિયોને ટ્વિટર પર સુશાંત નદાએ શૅર કર્યો છે. જે ઘણો વાઈરલ પણ થઈ રહ્યો છે.

વીડિયો પોસ્ટ કરતા સુશાંત નંદાએ કેપ્શનમાં લખ્યું કે, 'જોયા પછી માથાના સ્કાર્ફનો ઉપયોગ ફેસ માસ્ક તરીકે કરવામાં આવી રહ્યો છે.' આ વીડિયો સુશાંત નંદાએ 7 જુલાઈએ શેર કર્યો હતો, જેની અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વ્યૂઝ આવી ચુકી છે. તેમજ 2 હજારથી વધુ લાઈક્સ અને 595 રી-ટ્વીટ્સ થઈ ચુક્યા છે. લોકોએ મજેદાર પ્રતિક્રિયા પણ આપી હતી.

એક યુઝરે લખ્યું, 'વાંદરાએ જે રીતે માસ્ક પહેર્યો હતો. તે એકદમ મિથુન સ્ટાઈલ હતી. બીજા યૂઝરે લખ્યું, 'પોલીસે નિર્ણય લીધો છે કે જે વ્યક્તિ માસ્ક નહીં પહેરશે એને દંડ ભરવો પડશે. વાંદરો પણ આ ઑર્ડરને ફોલો કરી રહ્યો છે.

offbeat news hatke news wildlife national news