ઇટલીમાં પણ વર્જિન મૅરીની આંખોમાંથી લોહીનાં આંસુ વહે છે

10 August, 2020 07:05 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

ઇટલીમાં પણ વર્જિન મૅરીની આંખોમાંથી લોહીનાં આંસુ વહે છે

વર્જિન મૅરી

આપણે ત્યાં આએદિન દૂધ પીતા ગણપતિ કે ભગવાનની રડતી મૂર્તિના સમાચાર છાશવારે ફેલાતા રહે છે અને આવા સમાચાર વખતે સેંકડો અંધશ્રદ્ધાળુઓની ભીડ ભેગી થઈ જાય છે. આવી જ અંધશ્રદ્ધા ઇટલીના લેસી પ્રાંતના કાર્મિયાનો શહેરના એક ચોકમાં બની છે.

વર્જિન મૅરીની આંખમાંથી લોહીનાં આંસુ વહેતાં હોવાની અફવાને પગલે ત્યાં અંધશ્રદ્ધાળુઓનાં ટોળાં ભેગાં થવા માંડ્યાં હતાં. ૧૯૪૩માં સ્થાપિત વર્જિન મૅરીની મૂર્તિની આંખોમાંથી લાલ રંગનાં આંસુ ટપકતાં હોવાનું થોડા દિવસ પહેલાં બાઇક પર ત્યાંથી પસાર થતા યુવાને નોંધ્યું હતું. અંધશ્રદ્ધાળુઓનાં ટોળાં ભેગાં કરતી એ ચમત્કારિક મનાતી ઘટનાની તસવીરો અને વિડિયો સાથે સોશ્યલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યાં છે. સેન્ટ ઍન્ટોનિયો અબેટ ચર્ચના પાદરી રિકાર્ડો કૅલેબ્રિસે એ ઘટનાને ચમત્કાર ગણી શકાય કે નહીં એ સ્પષ્ટ ન હોવાનું જણાવ્યું હતું. લેસી પ્રાંતના બિશપે ચમત્કાર તરીકે મશહૂર થયેલી એ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.

italy offbeat news hatke news international news