આ યુગલને ગૅરેજમાંથી મળ્યાં સ્ટાર વૉર્સનાં રમકડાં, જેની કિંમત છે આટલી

08 November, 2020 07:43 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

આ યુગલને ગૅરેજમાંથી મળ્યાં સ્ટાર વૉર્સનાં રમકડાં, જેની કિંમત છે આટલી

પ્રતીકાત્મક તસવીર

ઇંગ્લૅન્ડના આ યુગલના પાડોશી મૃત્યુ પામતાં તેની પાસેની ચીજોમાંથી કાંઈક એવું મળ્યું જે ખરેખર અણધાર્યું હતું. પાડોશી પાસેની બૅગમાંથી તેમને સ્ટાર વૉર્સનાં પાત્રોના તેમ જ અન્ય રમકડાં મળ્યાં હતાં. આ રમકડાંની કિંમત લગભગ ૪ લાખ પાઉન્ડ (એટલે કે લગભગ ૩.૮૯ કરોડ રૂપિયા) જેટલી છે, એટલું જ નહીં, આ રમકડાં એવી રીતે સચવાયાં જાણે તે વપરાયાં જ ન હોય.

રમકડાના આ સંગ્રહમાં સ્ટાર વૉર્સની આઠ સિરીઝનાં રમકડાં સામેલ છે. પહેલી નજરે આ રમકડાંનું શું કરવું એની યુગલને ખબર જ નહોતી પડતી, પરંતુ જ્યારે તેના દીકરાને એની ખબર પડી ત્યારે તેણે એની કિંમત બહુ મોટી હોવાનો અંદાજ માંડ્યો હતો અને તેણે આ રમકડાંનું ઑક્શન કરવાનો વિચાર આપતાં તેમણે ઑક્શન-હાઉસનો સંપર્ક કર્યો. ઑક્શન-હાઉસે પણ આ ટૉય સામાન્ય નહીં, પણ કંઈક વિશિષ્ટ કિંમત ધરાવતાં હોવાનું નોંધ્યું હતું અને એની અંદાજિત કિંમત લગભગ ૪ લાખ પાઉન્ડ જેટલી આંકી છે.

offbeat news hatke news england star wars