ઇંગ્લૅન્ડનો આ આર્કિટેક્ટ દોરે છે ટાઇપરાઇટરથી ચિત્રો

06 September, 2020 07:32 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડનો આ આર્કિટેક્ટ દોરે છે ટાઇપરાઇટરથી ચિત્રો

ટાઇપરાઇટરથી દોરેલા ચિત્રો

કમ્પ્યુટર્સના પ્રસાર સાથે રોજિંદા કામ માટે ભારતમાં ટાઇપરાઇટર્સનો વપરાશ બંધ થયાને બે દાયકાથી વધારે વખત થયો અને યુરોપ-અમેરિકામાં એથી વધુ દાયકા પસાર થયા, પરંતુ દરેક વસ્તુની અનોખી ઉપયોગિતા હોય છે. ઇંગ્લૅન્ડનો ૨૩ વર્ષનો આર્કિટેક્ટ જેમ્સ કુક આજે સેલિબ્રિટી ટાઇપરાઇટર આર્ટિસ્ટ બની ગયો છે. તે ટાઇપરાઇટર દ્વારા ચિત્રો ટાઇપ કરે છે. યસ, ઇલસ્ટ્રેશન્સ, પોર્ટ્રેટ્સ, લૅન્ડસ્કેપ વગેરે અનેક પ્રકારનાં ચિત્રો માટે જાણીતા જેમ્સની કલા ઇસ્ટાગ્રામ તથા અન્ય સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ ચર્ચા-પ્રશંસાનો વિષય બન્યો છે.

જેમ્સે પાંચ વર્ષ પહેલાં પૉલ સ્મિથ નામના ટાઇપરાઇટર આર્ટિસ્ટ વિશે વાંચ્યું હતું. પૉલ સ્મિથને સેરેબ્રલ પૉલ્સી હોવાથી તે પેન્સિલ કે બ્રશ હાથમાં પકડી શકતા નહોતા એથી પૉલ સ્મિથ ટાઇપરાઇટર દ્વારા ચિત્રો દોરતા હતા. તેમનું જીવન જેમ્સ માટે પ્રેરણાદાયક નીવડ્યું હતું. જેમ્સે ટાઇપરાઇટર પર ઇલસ્ટ્રેશન્સ અને પોર્ટ્રેટ્સ દોરવાના પ્રયત્ન શરૂ કર્યા. એ તો પ્રથમ દૃષ્ટિએ ચિત્રકલાની એ પદ્ધતિના પ્રેમમાં પડી ગયો. આજે જેમ્સ ટાઇપરાઇટર આર્ટિસ્ટ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. તેને ઘણું કમિશન-વર્ક પણ મળે છે. જેમ્સ એના કામ માટે ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ રૂપિયા સુધીની રકમ ચાર્જ કરે છે.

offbeat news hatke news england international news