ઇજિપ્તની આર્ટિસ્ટે મધ, ચૉકલેટ, સિરપથી આરબ મહાનુભાવોનાં ચિત્રો બનાવ્યાં

07 March, 2021 07:15 AM IST  |  Egypt

ઇજિપ્તની આર્ટિસ્ટે મધ, ચૉકલેટ, સિરપથી આરબ મહાનુભાવોનાં ચિત્રો બનાવ્યાં

ફૂડ આર્ટ

ચિત્રકારો અને શિલ્પકારો તેમની કલાકૃતિઓ રચવાનાં માધ્યમો અને સાધનોની પસંદગીમાં પરંપરાથી વેગળા જતા હોવાનાં અનેક ઉદાહરણો જોવા મળે છે. અવનવાં સાધનો અને માધ્યમો વડે વિવિધ પ્રકારની કલાકૃતિઓની રચનાના અનેક કિસ્સા ચર્ચાનો વિષય બનતા રહે છે. ઇજિપ્તની ચિત્રકાર સેલી મેગ્દી મુરાડ પણ એવું જ એક ઉદાહરણ છે. સેલીએ સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો વડે આરબ મહાનુભાવોનાં ચિત્રોની રચના કરી છે.

પચીસ વર્ષની સેલીએ પસંદ કરેલા ચિત્રરચનાના રંગોમાં મધ, ચૉકલેટ, સિરપ, મુરબ્બો, દાડમનો રસ, મોલાસિસ જેવી સર્વપ્રિય વાનગીઓ અને સાધનોમાં જમવાની અને રાંધવાની વસ્તુઓ ચમચા-છરી-કાંટાનો સમાવેશ છે. અલબત્ત, રંગો તરીકે ખાદ્ય પદાર્થો અને સાધનો તરીકે ચમચા-છરી-કાંટાના ઉપયોગના એ પ્રયોગો સેલીએ ગયા વર્ષે મહામારીના લૉકડાઉન દરમ્યાન ક્વૉરન્ટીન પિરિયડમાં કર્યા હતા. બાળપણથી ચિત્રકાર બનેલી સેલીના પિતા પણ ચિત્રકાર છે.

egypt offbeat news hatke news international news