વિશ્વનું સૌથી વિશાળ હાઉસિંગ કૉમ્પ્લેક્સઃ એમાં 30000 લોકો રહેશે

05 February, 2020 07:44 AM IST  |  Egypt

વિશ્વનું સૌથી વિશાળ હાઉસિંગ કૉમ્પ્લેક્સઃ એમાં 30000 લોકો રહેશે

હાઉસિંગ કૉમ્પ્લેક્સ

ઇજિપ્તની રાજધાની કેરોના કટ્ટામેયા નામના ઉપનગરમાં વિશ્વનું સૌથી મોટું ગણાતું સ્કાયલાઇન હાઉસિંગ કૉમ્પ્લેક્સ બંધાઈ રહ્યું છે. પ્રૉપર્ટી ટાયકૂન મોહમ્મદ હંદીદની મદદથી ૪૨ કરોડ પાઉન્ડ (અંદાજે ૩૮૯૨ કરોડ રૂપિયા)ના ખર્ચે બંધાતા કૉમ્પ્લેક્સમાં ૩૫,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૩૨.૪૩ લાખ રૂપિયા)ના સ્ટુડિયોથી માંડીને ૯૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૮૩.૪૧ લાખ રૂપિયા)ના થ્રી બેડરૂમ ફ્લેટ્સ સહિત ૧૩,૫૦૦ અપાર્ટમેન્ટ્સ ઉપલબ્ધ રહેશે. એ હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં શૉપિંગ મૉલ, સિનેમા, ૪૦ એકરનો બગીચો, સાઇકલ ચલાવવાની અલગ લેન, રેસ્ટોરાં, આઇસ સ્કેટિંગ રિન્ક, ફિટનેસ સેન્ટર, ડ્રાય સ્કી સ્લોપ પણ રહેશે. આ કૉમ્પ્લેક્સનું બાંધકામ ૨૦૨૫ સુધીમાં પૂરું થવાનો અંદાજ રાખવામાં આવે છે.

આ પણ વાંચો : 99 મોબાઇલ લઈને ફરતા આ આર્ટિસ્ટે બર્લિનના રોડ પર ટ્રાફિક જૅમનો ભ્રમ સરજ્યો

૧૧ માળના સ્કાયલાઇન બિલ્ડિંગનો કૉમ્પ્લેક્સ ૬,૫૦,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં બંધાશે. આ સ્કાયલાઇન હાઉસિંગ કૉમ્પ્લેક્સ ઇજિપ્તના ગિઝાના ગ્રેટ પિરામિડ કરતાં ચાર ગણો મોટો અને વિશાળ ગણાય છે. એ ગ્રેટ પિરામિડ ૪૦૦૦ વર્ષથી માનવસર્જિત સૌથી મોટી ઇમારતનો રેકૉર્ડ ધરાવે છે.

egypt offbeat news hatke news