કોરોના વાઈરસ: શિવજીએ પણ બાંધ્યો માસ્ક અને કહ્યું ડૉન્ટ ટચ મી પ્લીઝ

11 March, 2020 07:34 AM IST  |  Varanasi

કોરોના વાઈરસ: શિવજીએ પણ બાંધ્યો માસ્ક અને કહ્યું ડૉન્ટ ટચ મી પ્લીઝ

શિવજીએ પણ બાંધ્યો માસ્ક

જ્યારથી કોરોના વાઇરસનો ફેલાવો ભારતમાં થવા લાગ્યો છે ત્યારથી એનો ચેપ ન ફેલાય એ માટે ઠેર-ઠેર એનાથી બચવા શું કરવું એની ટિપ્સ વહેંચાવા લાગી છે. જો શરદી-ખાંસી થયા હોય તો માસ્ક પહેરીને ફરવું જોઈએ એવી સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાને લોકો ગંભીરતાથી લે એ માટે મંદિરોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. વારાણસીમાં આવેલા પહલાદેશ્વર મહાદેવના મંદિરમાં ફૂલો અને બિલિપત્રની સાથે માસ્ક પણ લગાવવામાં આવ્યો છે. ભગવાનને માસ્ક પહેરાવનારા પૂજારી કૃષ્ણા આનંદ પાન્ડેનું કહેવું છે કે, ‘આ મંદિરમાં ઠંડીમાં ભગવાનને ગરમ કપડાં પહેરાવાય છે અને ગરમીમાં ઠંડક આપે એવા સુતરાઉ. જો સીઝન પ્રમાણે કપડાંમાં બદલાવ કરતા હોઈએ તો કોરોના વાઇરસની જાગૃતિ માટે પણ કંઈક કરવું જ જોઈએ. શિવજીને માસ્ક પહેરાવવા ઉપરાંત અમે સ્પષ્ટ સૂચના પણ આપી છે કે અહીં માસ્ક પહેરીને જે પૂજા કરવા આવવું અને શિવલિંગને અડ્યા વિના જ દર્શન કરવા.’

coronavirus varanasi offbeat news hatke news