બોલો, લૉકડાઉનને કારણે હવે પથ્થર ડબ્બામાં ભરીને વેચવાનું શરૂ થયું છે

12 August, 2020 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોલો, લૉકડાઉનને કારણે હવે પથ્થર ડબ્બામાં ભરીને વેચવાનું શરૂ થયું છે

હવે પથ્થર ડબ્બામાં ભરીને વેચવાનું શરૂ થયું છે

સેલ્સમૅનશિપની કુશળતા માટે ‘ટાલિયાને કાંસકો વેચવાની આવડત છે’ એવો મહાવરો વાપરવામાં આવે છે, પરંતુ મજબૂરીમાં અને કમાણીના કોઈ વિકલ્પ ન બચ્યા હોય એ સંદર્ભની કહેવતો શોધવી પડે એવું રોગચાળાના દિવસોમાં બની રહ્યું છે. વિશ્વના તમામ દેશોની માફક જપાનમાં પણ પર્યટન ભાંગી પડ્યું છે ત્યારે ત્યાંના ચિબા પ્રાંતમાં ૯૭ વર્ષ જૂની ચોશી ઇલેક્ટ્રિક રેલવે કંપની હાલમાં યુટ્યુબ ચૅનલ ચલાવવા ઉપરાંત એના ટ્રૅક્સની વચ્ચેના પથરા ડબ્બામાં પૅક કરીને વેચે છે. ચોશી કંપની રેલવેની વિવિધ ચીજો યાદગીરીરૂપે અને સજાવટના સામાન તરીકે વેચે છે. એમાં ચોક્કસ પ્રકારના પથરા ઉપરાંત ટ્રેનની સીટો, પાટાના ટુકડા, પાટા પરના ખીલા વગેરે વસ્તુઓનો પણ સમાવેશ છે.

નકામી વસ્તુઓ વેચીને કમાણી કરવાના કિસ્સા અગાઉ પણ બન્યા છે. ગૅરી રોસ નામનો માણસ સજાવટની વસ્તુ તરીકે ખડકો વેચીને લાખો ડૉલર કમાયો હતો. અમેરિકાનો એક માણસ બટાટા પર સંદેશા લખીને વેચતો હતો અને એમાં દર મહિને સરેરાશ ૧૦,૦૦૦ ડૉલર (અંદાજે ૭.૪૬ લાખ રૂપિયા) કમાતો હતો.

offbeat news hatke news