દંપતીએ આગામી સંતાન દીકરો હશે કે દીકરી એની જાહેરાત આવી રીતે કરી

12 September, 2020 11:32 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

દંપતીએ આગામી સંતાન દીકરો હશે કે દીકરી એની જાહેરાત આવી રીતે કરી

દંપતીએ આગામી સંતાન દીકરો હશે કે દીકરી એની જાહેરાત આવી રીતે કરી

દુબઈવાસી અનાસ મારવાહ અને અસલા મારવાહે ‌તેમના બીજા સંતાનની જાહેરાત ૧૬૩ માળ અને ૮૨૯.૮ મીટર ઊંચા બુર્જ ખલીફા ઇમારત પર વિશિષ્ટ લાઇટિંગ દ્વારા કરી હતી. જેન્ડર રિવિલ પાર્ટીની સ્પર્ધામાં ચાલતા અનોખા પ્રયોગમાંની આ એક ઘટનાની તસવીરો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. મારવાહ દંપતીએ ફુગ્ગા ઉડાડવા કે અન્ય સર્વસામાન્ય રીતરસમોને બદલે ઊંચાઈ માટે ખ્યાતિ ધરાવતા ટાવર બુર્જ ખલીફાની પસંદગી કરી હતી. આવનાર બાળક દીકરો છે કે દીકરી એની જાહેરાત માટે પહેલાં બુર્જ ખલીફા ઇમારત પર ગુલાબી રંગનો પ્રકાશ ફેલાયો, ત્યાર પછી એના પર ભૂરા રંગનાં રેખાંકનો-ઇલસ્ટ્રેશન્સ આવ્યાં હતાં. ત્યાર પછી બાળકના અવાજમાં ૧૦થી ૧ સુધી કાઉન્ટ-ડાઉન સંભળાયું હતું. કાઉન્ટ -ડાઉન પૂરું થતાં જ આખા ટાવર પર ભૂરા પ્રકાશ વચ્ચે લખ્યું હતું, ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ, ઇટ્સ એ બૉય.’

dubai offbeat news hatke news international news