ડબલ ડેકર વૅનમાં છે બે માળનું લક્ઝરી હોમ

22 February, 2021 09:13 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ડબલ ડેકર વૅનમાં છે બે માળનું લક્ઝરી હોમ

લક્ઝરી હોમ

ચીનની ઑટોમોબાઇલ બજારમાં મોટું નામ ધરાવતી મૅક્સસ કંપનીએ બે માળ અને અંદર એલિવેટર ધરાવતી રિક્રીએશનલ વૅન (આરવી) બનાવી છે. ૪,૧૩,૦૦૦ ડૉલર (અંદાજે ત્રણ કરોડ રૂપિયા)ની કિંમતે વેચાનારું મૅક્સસ લાઇફ હોમ V90 વિલા એડિશન નામે ઓળખાતું વાહન ખૂબ સારું લક્ઝરી હોમ છે. સ્લાઇડ આઉટ વૉલની મદદથી ઉપર અને આજુબાજુમાં વિસ્તારી શકાય એવા એ ઘરની ટોચ પર સનરૂમની જોગવાઈ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ૨૧૫ ચોરસ ફુટ અને રૂફ ટૉપ સનરૂમમાં ૧૩૩ ચોરસ ફુટ જગ્યા વાપરી શકાય એમ છે. હાલમાં આ વાહન ફક્ત ચીનમાં વેચાશે.

નાનકડા એલિવેટરની મદદથી ગ્રાઉન્ડ ફ્લોરથી બીજા માળે પહોંચી શકાય છે. વાહનને પાર્ક કરવામાં આવ્યું હોય ત્યારે એમાં વપરાશ માટેની જગ્યા વધારવા માટે સ્લાઇડ વૉલ્સ ઉપરાંત અન્ય વ્યવસ્થા પણ છે. એલઈડી લાઇટિંગ, ટચ-સ્ક્રીન અને વૉઇસ ઍક્ટિવેટેડ કન્ટ્રોલ બન્ને વડે ચાલુ કરી શકાય છે. સનરૂમમાં રેપ અરાઉન્ડ વિન્ડોઝ છે. એ બારીઓ દ્વારા બહારનો પેનોરૅમિક વ્યુ મળે છે. એ બારીઓ એલસીડી ટેક્નૉલૉજી વડે ઇલેક્ટ્રૉનિકલી ટિન્ટેડ હોય છે.

offbeat news international news china