આ ડીજે ભાઈએ ઇન્સ્ટાગ્રામ લાઇવ દ્વારા દસ લાખ લોકોની પાર્ટી હોસ્ટ કરી

26 March, 2020 07:46 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

આ ડીજે ભાઈએ ઇન્સ્ટાગ્રામ લાઇવ દ્વારા દસ લાખ લોકોની પાર્ટી હોસ્ટ કરી

ડીજે ડી-નાઇસ

જેમને સોશ્યલાઇઝિંગ અને પાર્ટી વિના એક દિવસ પણ ચાલતું નથી એવા લોકોને ઘરમાં લૉક થઈને બેસી રહેવાનું કેટલી મોટી સજા લાગતી હશે? જોકે એને માટે પણ અમેરિકન સેલિબ્રિટી ડીજે ડી-નાઇસે મજાનો ઉકેલ પુરો પાડ્યો હતો. તેણે સતત ૧૦ કલાકની ઇન્સ્ટાગ્રામ પાર્ટી હોસ્ટ કરીને અનોખી રીતે સોશ્યલ ડિસ્ટન્સિંગનો સંદેશ આપ્યો. આ દરમ્યાન લગભગ દસ લાખ લોકોએ આ પાર્ટી ઑનલાઇન માણી હતી. કોરોના વાઇરસના ભયને કારણે અમેરિકામાં લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ઘરમાં કેદ થયેલા લોકો ટીવી, વેબ-સિરીઝ અને ઑનલાઇન ગેમ રમીને સમય પસાર કરી રહ્યા છે. આવામાં ડી-નાઇસે ઇન્સ્ટાગ્રામ લાઇવના ફિચરની સહાયથી શનિવારે ઇન્સ્ટાગ્રામ પાર્ટી હોસ્ટ કરી જેમાં લગભગ દસ લાખ ફૉલોઅર્સ જોડાયા. બધાએ પોતપોતાના ઘરમાં રહીને પાર્ટીનો આનંદ ઉઠાવ્યો. સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલી આ પાર્ટી બીજા દિવસે સવાર સુધી ચાલી હતી.

offbeat news hatke news united states of america international news