પાળેલા ડૉગી સાથેની ક્રિકેટ-મૅચે નેટિઝન્સનાં દિલ જીતી લીધાં

26 September, 2020 07:24 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાળેલા ડૉગી સાથેની ક્રિકેટ-મૅચે નેટિઝન્સનાં દિલ જીતી લીધાં

પાળેલા ડૉગી સાથેની ક્રિકેટ-મૅચે નેટિઝન્સનાં દિલ જીતી લીધાં

બિલકુલ ઍલિમેન્ટરી નામના ઇન્સ્ટાગ્રામ-પેજ પર એક વિડિયો પોસ્ટ થયો છે, જેણે તમામ નેટિઝન્સનાં દિલ ચોરી લીધાં છે.

આ વિડિયોમાં એક વ્યક્તિ તેના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો છે એમાં તેની સાથે તેના હ્યુમન ફ્રેન્ડ્સ નહીં, તેના પાળેલા ડૉગીઓ છે. ગલી-ક્રિકેટ જેવી ગણાતી આ રમત દિલ્હીની એક ગલીમાં રમાઈ રહી છે.

વિડિયોમાં એક વ્યક્તિ ક્રીઝ પર જઈને બૅટિંગ કરવા તૈયાર હોવાનું જોવા મળી રહ્યું છે.  ડૉગીઓએ પોતાની પોઝિશન લઈ લીધી છે. એક વ્યક્તિ સામેથી બૉલ ફેંકે છે અને બૅટિંગ કરનાર ફટકો મારે છે, ફીલ્ડિંગ કરનાર ડૉગી બોલને બરાબર કૅચ કરી લે છે.

offbeat news hatke news national news