માથે પોપટ સાથે ચાલવા માટે નીકળેલો ડૉગી સોશ્યલ મીડિયામાં સ્ટાર

31 March, 2020 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માથે પોપટ સાથે ચાલવા માટે નીકળેલો ડૉગી સોશ્યલ મીડિયામાં સ્ટાર

માથે પોપટ સાથે ચાલવા માટે નીકળેલો ડૉગી

ટ્વિટર પર જાતજાતના ફની વિડિયો અને તસવીરો ફરતા રહેતા હોય છે. છેલ્લા એક-બે દિવસથી એક ડૉગી સ્ટાર થઈ ગયો છે. રેક્સ ચૅપમૅન નામના ટ્‍‍‍‍‍વિટર યુઝરે ટૂંકી વિડિયો ક્લિપ શૅર કરી છે જેમાં સનગ્લાસ પહેરેલો એક ડૉગી લટકમટક ચાલે છે અને એના કૉલર પર પોપટ બેઠો-બેઠો કલબલ કરે છે. પહેલી નજરે જોતાં એવું લાગે છે કે બન્ને વચ્ચે ગાઢ મૈત્રી હોવી જોઈએ કેમ કે બન્ને પોતપોતાની મસ્તીમાં ચાલી રહ્યા છે. રેક્સનું કહેવું છે કે આ ડૉગી અવારનવાર આમ ફરતો જોવા મળે છે અને સ્થાનિકોમાં એ જબરો પ્રિય છે. જોકે સોશ્યલ મીડિયા પર એની ક્લિપ ફરતી થઈ એ પછી તો ભાઈસાહેબ ત્યાંય ખોબલેખોબલે લાઇક્સ મેળવે છે.

offbeat news hatke news