આંખમાં વાળ ઊગતા હોવાથી ત્યજી દેવાયેલા ડૉગીને પશુપ્રેમી મહિલાએ બચાવ્યું

11 May, 2020 07:25 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

આંખમાં વાળ ઊગતા હોવાથી ત્યજી દેવાયેલા ડૉગીને પશુપ્રેમી મહિલાએ બચાવ્યું

આ શ્વાનને એના માલિકોએ ત્યજી દીધો

ઇંગ્લૅન્ડમાં લંડનથી ૩૦ માઇલ દૂર કેન્ટ પ્રાંતના ટનબ્રિજ વેલ્સમાં એક પાળેલા ક્રૉસબ્રીડ શ્વાનની આંખમાંથી વાળ ઊગવા માંડ્યા હતા. આંખોમાંથી વાળ ઊગવાની વિશિષ્ટ બીમારીને કારણે જૅક રસેલ અને પેપિલોનની મિશ્ર જાતિના શ્વાનને એના માલિકોએ ત્યજી દીધો હતો. આંખોમાંથી વાળ ઊગતા હોય તો એ શ્વાન અમને શા કામનો? એવું વિચારીને માલિકોએ ફ્રેન્કી નામના એ શ્વાનને છોડી મૂક્યો હતો. એ ગલૂડિયાના કદનો નાનકડો શ્વાન ટ્રેસી સ્મિથ નામની ગૅરેજ-વર્કરની નજરે ચડ્યો. ટ્રેસી કોઈ ખેતરમાં ટ્રૅક્ટરના પાર્ટ્સ આપવા જતી હતી ત્યારે ફ્રેન્કી સાથે તેની મુલાકાત થઈ હતી. ૪૩ વર્ષની પશુપ્રેમી ટ્રેસી એ ડૉગીને ઉપાડીને વેટરનરી ડૉક્ટર પાસે લઈ ગઈ અને એનું મેડિકલ ચેકઅપ કરાવ્યું. આંખોમાં વાળ ઊગતા હોવાનું જોઈને પશુરોગના નિષ્ણાતો આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા હતા. આરોગ્યમાં એ એકદમ ફિટ ઍન્ડ ફાઇન હતું. એની આંખોમાં વાળ ઊગતા હોવાની વાત ખરી નીકળી, પરંતુ એને કારણે શ્વાનને પૂર્ણ અંધત્વ આવ્યું નહોતું. હવે ફ્રેન્કી ટ્રેસીના ઘરે મોજ કરે છે.

offbeat news hatke news international news