માછીમારે હાથ છૂટા કરવા જીવતી માછલી મોંમાં મૂકી અને એ ગળામાં સરકી ગઈ

19 November, 2020 09:21 AM IST  |  Egypt | Gujarati Mid-day Correspondent

માછીમારે હાથ છૂટા કરવા જીવતી માછલી મોંમાં મૂકી અને એ ગળામાં સરકી ગઈ

મોંમાંથી કાઢેલી માછલી

ઇજિપ્તમાં એક અણધારી ઘટના બની. ચાલીસ વર્ષનો માછીમાર આકસ્મિક રીતે માછલી ગળી ગયો અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. સ્નુર નામના ગામમાં રહેતો એ માછીમાર બેની સુએફ શહેરની હૉસ્પિટલના ડૉક્ટરો પાસે પહોંચ્યો ત્યારે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. ડૉક્ટરોએ પૂરી તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે તેના ગળામાં બરાબર શ્વાસનળીના છેડા પર એટલે કે શ્વસનતંત્રના પ્રવેશદ્વાર પર હતી. યોગાનુયોગ એવો હતો કે માછલીએ રોકેલા રસ્તામાં થોડો ભાગ ખુલ્લો હતો. તેથી સહેજ હવાની અવરજવરને લીધે માછીમાર જીવતો હતો. ડૉક્ટરોએ એન્ડોસ્કોપી કરીને માછલીને કાઢી ત્યારે એ માછીમારની શ્વાસની તકલીફ દૂર થઈ હતી. ગળામાંથી અવરોધ હટતાં માછીમારને હાશકારો થયો હતો. જોકે માછલીને પણ હાશકારો થયો હતો, કારણ કે એ જીવતી હતી.

કોઈ જીવતી માછલી કેવી રીતે ગળી જઈ શકે એ વિશે સૌકોઈને કુતૂહલ થાય એ સ્વાભાવિક છે. જોકે બેનીભાઈ પોતાની જ લાલચને કારણે આ સ્થિતિમાં મુકાયા હતા. ફિશિંગ રૉડથી માછલી પકડવાનું ચાલી રહ્યું હતું ત્યારે જે એક નાની માછલી રૉડમાં ફસાયેલી એનાથી બીજી મોટી માછલી તેને પાણીમાં દેખાઈ. તરત જ રૉડને છુટ્ટો કરવા માટે તેણે પકડાયેલી નાની માછલી મોંમાં મૂકી દીધી અને મોટી માછલી પકડવા માટે રૉડ ફરીથી પાણીમાં નાખ્યો. જોકે મોંની પકડ સહેજ ઢીલી પડતાં માછલી બહાર નીકળવાને બદલે ગળામાં ઘૂસી ગઈ. અને એ પછી તો જે હાલત થઈ એમાં તાત્કાલિક હૉસ્પિટલની મુલાકાત લેવી જ પડે એવી હાલત હતી.

offbeat news hatke news egypt international news