આર્મીમાં હાથ-પગ ગુમાવ્યા બાદ આ માણસને બનવું છે પૅરાલિમ્પિક સાઇક્લિસ્ટ

25 November, 2020 07:36 AM IST  |  Colombia | Gujarati Mid-day Correspondent

આર્મીમાં હાથ-પગ ગુમાવ્યા બાદ આ માણસને બનવું છે પૅરાલિમ્પિક સાઇક્લિસ્ટ

જુઆન જોસ ફ્લોરિયન

કોલંબિયાના ભૂતપૂર્વ સૈનિક જુઆન જોસ ફ્લોરિયનના હોંસલાને બે હાથે વંદન કરવાનું મન થાય એવું છે. યંગ એજમાં તે આર્મીમાં જોડાયેલો અને એ વખતે એક પાર્સલ બૉમ્બને કારણે તેણે કોણી સુધીના બે હાથ, એક પગ અને એક આંખ ગુમાવ્યા હતા. એમ છતાં તેની હિંમત ઘટી નહીં. તેણે એ અંગો વિના પણ જિંદગી જીવવાની અને માણવાની શરૂ કરી દીધી. પ્રોસ્થેટિક હાથ અને પગની મદદથી તે ચાલતો થયો અને કોણી સુધીના હાથની મદદથી તેણે પોતાના બૉડીને ટ્રેઇન કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં તે પૅરાલિમ્પિક સાઇક્લિસ્ટ બનવા માગે છે અને એ માટે તેણે તડામાર તૈયારીઓના ભાગરૂપે આકરી ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે.

colombia offbeat news hatke news international news