ફાસ્ટેસ્ટ હાઈ હીલ્સ રન

22 October, 2020 07:16 AM IST  |  Denmark | Gujarati Mid-day Correspondent

ફાસ્ટેસ્ટ હાઈ હીલ્સ રન

ફાસ્ટેસ્ટ હાઈ હીલ્સ રન

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર શૅર કરવામાં આવેલો આ વિડિયો જુરાસિક વર્લ્ડમાં બ્રાઇસ ડલસ હોવર્ડનું ક્લેર ડિયરિંગ નામનું પાત્ર ઊંચી હીલ્સ પહેરીને ચાલે છે એ દૃશ્યની યાદ અપાવે છે. આ વિડિયોમાં માકેન સિકલાઉ નામની મહિલા હાઈ હીલ્સમાં દોડીને રેકૉર્ડ બનાવી રહી છે. ડેન્માર્કની આ મહિલા હાઈ હીલ્સ પહેરીને જે ઝડપે દોડે છે એ કદાચ કોઈ નૉર્મલ વ્યક્તિ માટે રનિંગ શૂઝ પહેરીને દોડવાનું પણ સંભવ નથી. આ બહેને ૧૩. ૫૫૭ સેકન્ડ્સમાં ૧૦૦ મીટરનું અંતર હાઈ હીલ્સ પહેરીને કાપ્યું છે જે ગિનેસ દ્વારા ફાસ્ટેસ્ટ હાઈ હીલ રન તરીકે પ્રમાણિત થયું છે. આ વિડિયો  શૅર થયા પછી અનેક લોકોને સવાલ થયેલો કે જો પોતાને આ પરાક્રમ કરવું હોય તો એ માટેની શરતો શું હશે. ઘણાને સવાલ થયો હતો કે હાઈ હીલ્સની હાઇટ કેટલી હોવી જરૂરી છે? આ સવાલોના જવાબમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઈ હીલ્સની ઊંચાઈ ઓછામાં ઓછી ૭ સેન્ટિમીટર એટલે કે ૨.૭૫ ઇંચ હોવી જોઈએ. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની માર્ગદર્શિકામાં હાઈ હીલ્સનાં જૂતાંની ટોચની પહોળાઈ વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

denmark offbeat news hatke news international news