ડેન્માર્કની ટીનેજરે શરીર પરનાં ચાઠાંને બદલ્યાં આર્ટ વર્કમાં

24 August, 2020 07:48 AM IST  |  Denmark | Gujarati Mid-day Correspondent

ડેન્માર્કની ટીનેજરે શરીર પરનાં ચાઠાંને બદલ્યાં આર્ટ વર્કમાં

શરીર પરનાં ચાઠાંને બદલ્યાં આર્ટ વર્કમાં

ડેન્માર્કના આરહસ પ્રાંતની ૧૮ વર્ષની એમા એલ્ડનરિડ નામની છોકરીને ડર્મેટોગ્રાફિયા નામની બીમારી છે. એ બીમારી ધરાવતી વ્યક્તિના શરીર પર ડ્રૉઇંગ ઇલસ્ટ્રેશન્સ કરતાં જ જે જગ્યા પર રેખાઓ દોરવામાં આવી હોય એ જગ્યા પર ચાઠાં ઊપસવા માંડે છે.

પરંતુ એમા એ વ્યાધિથી ડર્યા વગર હાથ કે પગ પર પેન્સિલથી ડ્રૉઇંગ કરે છે અને ત્યાર પછી એ રેખાઓની જગ્યા ઊપસી આવતાં ચાઠાંનું ચિત્ર બને છે. એમાએ ડરવાને બદલે બીમારીને કલાત્મક પ્રતિભામાં ફેરવી નાખી છે. human Etch-A-Sketch માં ફેરવાઈ ગયાં છે આ ચાઠાં.

નાની ઉંમરમાં ડર્મેટોગ્રાફિયાની બીમારીને કારણે પેન્સિલની અણીથી ચામડી પર શબ્દો કે ચિત્રો ઊપસી આવતાં હોવાનું જણાયા પછી પહેલાં એમાને પોતાને કુતૂહલ થયું હતું. એ વખતમાં બચ્ચાં પાર્ટીમાં અન્ય બાળકો કે ટીનેજર્સને કંઈક અવનવું બતાવવાની કોશિશમાં એમા તેના હાથ પર ચિત્ર દોરીને કે નાના શબ્દો લખીને સખીઓ-મિત્રોને બતાવતી હતી. એમાને એ સ્થિતિની વેદના કરતાં કલાત્મકતા વધુ સ્પર્શે છે.

denmark offbeat news hatke news international news