12મા માળની બાલ્કનીમાંથી પડી ગઈ 2 વર્ષની બાળકી, બાદ જે થયું એ જોવાલાયક

04 March, 2021 07:27 AM IST  |  Vietnam

12મા માળની બાલ્કનીમાંથી પડી ગઈ 2 વર્ષની બાળકી, બાદ જે થયું એ જોવાલાયક

12મા માળની બાલ્કનીમાંથી પડી ગઈ 2 વર્ષની બાળકી

વિયેતનામના હનોઈ શહેરની રસપ્રદ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. એ વિડિયોમાં હનોઈ શહેરના એક વિસ્તારમાં વાહન ઊભું રાખીને એમાં ઉંગ્યેન ઉંગ્કૉક મેન નામનો ડ્રાઇવર બેઠો હતો. તેણે પાસેના મકાનના બારમા માળની એક બાલ્કનીમાંથી એક હાથના આધારે લટકતી બે વર્ષની બાળકી જોઈ હતી. ત્યાં નજર પહોંચતાં જ ઉંગ્યેને તેનું વાહન લઈને એ બાળકી જે ઠેકાણે હતી એ જગ્યાની બરાબર નીચે ઊભું રાખ્યું હતું. ધારણા પ્રમાણે થોડી ક્ષણોમાં બાળકીનો હાથ છૂટ્યો અને તે નીચે પડી ત્યારે ડ્રાઇવર ઉંગ્યેને તેને ઝીલી લીધી હતી. જોકે સ્થાનિક પ્રસાર માધ્યમોએ બાળકી લગભગ ૧૬૪ ફુટની ઊંચાઈ પરથી સીધી ઉંગ્યેનના ખોળામાં પડી હોવાનો પણ દાવો કર્યો હતો. પરંતુ ઉંગ્યેન નજીકના મકાનમાં ઉપર ચડીને બાળકીને બચાવવાની શક્યતા તપાસતો હતો. જોકે તે બાળકીને ઝીલી શકાય એવી પોઝિશનમાં ગોઠવાઈ જવા માટે બે મીટર ઊંચા ટાઇલ્સના છાપરે ચડી શક્યો હતો. બાળકીની કમરનું હાડકું ખસી જતાં તેને ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગયા વર્ષની ૧૪ સપ્ટેમ્બરે કોલમ્બિયાના ફ્લોરેન્સિયામાં એક માણસ ઢોળાવવાળા રોડ પર બાળકને ગબડી પડતું બચાવવા ચાલુ ટૂ- વ્હીલર પરથી કૂદી પડ્યાની ઘટના બની હતી. એ ઘટના સીસીટીવી કૅમેરામાં ઝડપાયા પછી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી.

vietnam offbeat news hatke news international news