દીકરીને સાચવવા બૉક્સમાં લઈ જાય છે આ ડિલિવરી બૉય

01 April, 2021 08:26 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

તે પોતાની સુંદર સ્માઇલથી તેના પિતાને તો પ્રોત્સાહિત કરે જ છે

લી ફિઅર, તેના પિતા

બાળકો ઈશ્વરની દેન છે, પણ તેમને સાચવવા દિવસ-રાત એક કરતાં અને તમામ મુસીબતોનો સામનો કરતાં માતાપિતા બાળકો માટે ઈશ્વરથી ઓછાં નથી જ.

લી ફિઅર નામની બે વર્ષની ચીની છોકરી છ મહિનાની હતી ત્યારથી એટલે કે લગભગ મે, ૨૦૧૯થી તેના પિતા કામ પર જાય ત્યારે તેની સાથે જ રહેતી હતી. વાત એવી છે કે તેના પિતા તેને ડિલિવરી બૉક્સમાં મૂકીને (તેને પોતાની સાથે રાખીને જ) ટૂ-વ્હીલર પર આખા શહેરમાં ડિલિવરી માટે ફરે છે. તે પોતાની સુંદર સ્માઇલથી તેના પિતાને તો પ્રોત્સાહિત કરે જ છે, રસ્તા પર જેમનું ધ્યાન પડે તેમને આશ્ચર્યચકિત પણ કરે છે.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડિયોમાં ડિલિવરી બૉક્સમાં બેઠેલી આ સુંદર બાળકી પિતાની તકલીફ સમજતી હોય એ રીતે રડવાનું ભૂલી જ ગઈ હોય એમ પિતા સાથે આખો દિવસની દોડાદોડમાં હસતી જોવા મળે છે. બાળકીને સાચવવા માટે ડિલિવરી બૉય તેના માટે મહત્ત્વની ગણાય એવી સુંવાળી મૅટ્રેસ અને ડાઇપર તેમ જ દૂધની બૉટલ પણ રાખે છે.

offbeat news international news china