ફિટનેસ મશીન પર કસરત કરો અને મેળવો ફ્રી રેલવેની પ્લૅટફૉર્મ ટિકિટ

23 February, 2020 07:30 AM IST  |  Delhi

ફિટનેસ મશીન પર કસરત કરો અને મેળવો ફ્રી રેલવેની પ્લૅટફૉર્મ ટિકિટ

ફિટનેસ મશીન

લોકોને તંદુરસ્ત રાખવા માટે રેલવેએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ હેઠળ નવી દિલ્હીના આનંદ વિહાર રેલવે-સ્ટેશન પર એક ફિટનેસ મશીન લગાવ્યું છે. જો નિર્ધારિત સમયમાં નક્કી કરાયેલી ઊઠ-બેસ કરવામાં આવે તો મફતમાં પ્લૅટફૉર્મ ટિકિટ મળશે.

આ માટે મશીન સામે એક ચોક્કસ પૉઇન્ટ પર ઊભા રહીને ૧૮૦ સેકન્ડ એટલે કે ત્રણ મિનિટમાં ૩૦ ઉઠક-બેઠક કરવાની છે. મશીનમાં લગાવવામાં આવેલા ડિસ્પ્લે પર આપના પૉઇન્ટ જોઈ શકાશે. પ્રત્યેક ઉઠક-બેઠક પર એક પૉઇન્ટ મળશે. નિર્ધારિત સમયમાં ૩૦ પૉઇન્ટ પૂરા કર્યા તો આપને ૧૦ રૂપિયાની પ્લૅટફૉર્મ ટિફિટ ફ્રી મળશે.

આ પહેલાં પણ રેલવેએ ફિટનેસ મૂવમેન્ટ હેઠળ પ્રયાસ કર્યા હતા. યાત્રીઓના સ્વાસ્થ્ય ચેકઅપ માટે દેશનાં અનેક સ્ટેશનો પર હેલ્થ એટીએમ કિઓસ્ક લગાવવામાં આવ્યાં છે. જ્યાં માત્ર ૫૦ રૂપિયાની કિંમતે બીપી કે બ્લડ-શુગર જેવી ૧૬ પ્રકારની ટેસ્ટ કરાવી શકાય છે. ભારતમાં ભલે આ પ્રયોગ નવો હોય, પણ અન્ય દેશો આ પ્રકારનો પ્રયોગ સફળપણે કરી ચૂક્યા છે.

offbeat news hatke news delhi news