બોલો, દિલ્હીમાં કૅબ-ડ્રાઇવરોએ સાથે રાખવાં પડે છે કૉન્ડોમ!!

21 September, 2019 08:23 AM IST  |  દિલ્હી

બોલો, દિલ્હીમાં કૅબ-ડ્રાઇવરોએ સાથે રાખવાં પડે છે કૉન્ડોમ!!

કૅબ

દિલ્હીમાં કૅબ ચલાવતા ડ્રાઇવરો તેમની કારમાં જે ફર્સ્ટ એઇડ બૉક્સ રાખે છે એમાં તેઓ ડેટૉલ, પૅરાસિટામોલ ટૅબ્લેટ્‌સ અને બૅન્ડેજ સાથે કૉન્ડોમ પણ રાખે છે. એક કૅબ-ડ્રાઇવરે જણાવ્યા અનુસાર જ્યારે તેમને ટ્રાફિક-પોલીસ રોકે છે તો તેઓ તેમનાં આ બૉક્સ ચેક કરે છે અને જુએ છે કે એમાં કૉન્ડોમ છે કે નહીં. એક કૅબ-ડ્રાઇવરે જણાવ્યા અનુસાર એક દિવસ તેની પાસે ફર્સ્ટ એડ કિટમાં કૉન્ડોમ નહોતું એને કારણે તેને દંડ કરવામાં આવ્યો હતો. જોકે તેને જે રસીદ આપવામાં આવી એ ઓવરસ્પીડ માટેની હતી. 

દિલ્હીમાં મોટી સંખ્યામાં એવા કૅબ-ડ્રાઇવર છે જેઓ ફર્સ્ટ એઇડ બૉક્સમાં કૉન્ડોમ રાખે છે. તેમનું માનવું છે કે આમ ન કરે તો તેમને દંડ કરવામાં આવે છે. દિલ્હીની સર્વોદય ડ્રાઇવર અસોશિએશનના પ્રમુખનું જણાવવું છે કે તમામ સાર્વજનિક વાહનોમાં ઓછામાં ઓછાં ત્રણ કૉન્ડોમ રાખવાં જરૂરી છે.

આ પણ વાંચો : એક એવો દેશ, જ્યાં નથી એક પણ સાંપ, આ છે તેની પાછળનું કારણ

કેટલાક ડ્રાઇવરોને ખબર નથી, પરંતુ કૉન્ડોમનો ઉપયોગ ફર્સ્ટ એઇડ માટે પણ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિને હાડકામાં ફ્રૅક્ચર થયું હોય તો હૉસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં તેને તૂટેલા ભાગ પર કૉન્ડોમ બાંધી શકાય છે. જો કોઈને બ્લીડિંગ થતું હોય તો એને રોકવા માટે પણ કૉન્ડોમનો ઉપયોગ કરી શકાય છે. ટ્રાફિક પોલીસના એક અધિકારીનું જણાવવું છે કે એવો કોઈ નિયમ નથી કે કારમાં સાથે કૉન્ડોમ રાખવું જ જોઈએ. ફિટનેસ ટેસ્ટ દરમ્યાન પણ આવી કોઈ પૂછપરછ થતી નથી. તેમણે એમ પણ જણાવ્યું કે જો કૉન્ડોમ ન રાખવા બદલ તેને કોઈ ટ્રાફિક પોલીસ દંડ ફટકારે તો કૅબ ડ્રાઇવરે ઑથોરિટીનો સંપર્ક કરવો જોઈએ.

delhi offbeat news hatke news