જીવનસાથીની શોધ માટે ભાઈએ શહેરમાં હોર્ડિંગ લગાવતાં 1004 માગાં આવ્યાં

04 February, 2020 07:44 AM IST  |  Manchester

જીવનસાથીની શોધ માટે ભાઈએ શહેરમાં હોર્ડિંગ લગાવતાં 1004 માગાં આવ્યાં

હોર્ડિંગ

લગ્ન માટે યોગ્ય પાત્ર મળે એવી પ્રત્યેકની ઇચ્છા હોય છે, પણ એ માટે લોકો કેવા પ્રયત્ન કરતા હોય છે એ પણ જાણવા જેવું છે. બ્રિટનના મૅન્ચેસ્ટરમાં રહેતા માર્ક રોફેને ૩૦ વર્ષની વયે હજી સુધી કોઈ યોગ્ય પાત્ર ન મળતાં તેણે ૪૦,૦૦૦ રૂપિયા ખર્ચીને એક મોટું બિલબોર્ડ ખરીદ્યું અને એના પર પોતાને એક લાયક કુંવારા તરીકે જાહેર કર્યો.

આ હોર્ડિંગ મૂક્યા પછી તેને અત્યાર સુધીમાં ૧૦૦૪ યુવતીઓ અપ્રોચ કરી ચૂકી છે. વ્યવસાયે માર્કેટિંગના ક્ષેત્રના રોફે કહ્યું કે મને મળેલા બહોળા પ્રતિસાદથી હું અચંબિત છું અને દરેકને જવાબ આપવાનું વિચારી રહ્યો છું.

manchester offbeat news hatke news