૧૮મી સદીનો ઇથિયોપિયાનો રાજમુગટ ૨૧ વર્ષ બાદ મળ્યો

07 October, 2019 08:30 AM IST  |  ઈથોપિયા

૧૮મી સદીનો ઇથિયોપિયાનો રાજમુગટ ૨૧ વર્ષ બાદ મળ્યો

18મી સદીનો રાજમુકુટ

ઇથિયોપિયાનો રાજમુગટ ૧૯૯૮ની સાલથી ગાયબ હતો જે નેધરલૅન્ડ્સના રૉટરડૅમ શહેરમાં રહેતા સિરાફ અસ્ફાએ તાજેતરમાં ઇથિયોપિયાને પાછો આપ્યો હતો. વાત એમ હતી કે ૧૯૯૮માં એક શરણાર્થી આ ભાઈના અપાર્ટમેન્ટમાં રોકાયો હતો. એ વખતે તેના સામાનમાં એક સૂટકેસ હતી જેમાં આ રાજમુગટ પડી રહ્યો હતો. સોનાનો ઢોળ ચડાવેલા ચાંદીનો મુગટ ક્યાંનો છે એની તપાસ કરવા માટે સિરાફે આર્ટ ડિટ‌ેક્ટિવ આર્થરની મદદ લીધી હતી. તેના કહેવા મુજબ આ ઇથિયોપિયાનો રાજમુગટ હતો જે લગભગ બે દાયકાથી વધુ સમયથી ગાયબ હતો.

આ પણ જુઓઃ જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ

જ્યારે સિરાફને એની ખબર પડી ત્યારે તેણે વિચાર્યું કે આ તો ચોરીનો માલ કહેવાય. આવો પૌરાણિક મહત્ત્વ ધરાવતો કલાનો નમૂનો એમ જ પોતાની પાસે રાખવા કરતાં જે-તે દેશના કલાસંગ્રહમાં આપી દેવો જ હિતાવહ રહેશે. સિરાફનું કહેવું છે કે કદાચ તેને હજીયે ખબર ન પડત કે આ સૂટકેસમાં આવી ધરોહર સમાન ચીજ પડી છે. જોકે અગત્યના કાગળિયાની શોધખોળ દરમ્યાન તેણે પોતાનું આખું અપાર્ટમેન્ટ ફંફોસ્યું હતું અને એમાં તેને આ સૂટકેસ મળી જે પેલા શરણાર્થીની હતી. એમાંથી આ મુગટ નીકળ્યો હતો. ઇથિયોપિયાની કલા સંસ્કૃતિ માટે આ અમૂલ્ય પૌરાણિક નમૂનો છે.

offbeat news hatke news