ફ્રાઇડ ચિકન જેવો શેપ ને સ્મેલ ધરાવે એવાં શૂઝ આવી ગયાં છે

31 July, 2020 07:09 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફ્રાઇડ ચિકન જેવો શેપ ને સ્મેલ ધરાવે એવાં શૂઝ આવી ગયાં છે

ફ્રાઇડ ચિકન જેવો શેપ ને સ્મેલ ધરાવે એવાં શૂઝ

ફુટવેઅર મૅન્યુફૅક્ચરિંગની દુનિયામાં ક્રૉક્સનું નામ જાણીતું છે. એ કંપનીએ ફ્રાઇડ ચિકનની ગંધ આવે એવાં ફુટવેર લૉન્ચ કર્યાં છે. ક્રૉક્સ કંપનીએ કેએફસી સાથે મળીને ચિકન જેવાં શૂઝ તૈયાર કર્યાં છે. આ શૂઝ બહારથી દેખાવમાં તો ફ્રાઇડ ચિકન જેવાં છે જ, પણ એની સ્મેલ પણ ચિકન જેવી જ આવે છે. શૂઝની ઉપર જાણે ફ્રાઇડ ચિકન ભરેલું બકેટ સામે રાખવામાં આવ્યું હોય એવી ડિઝાઇન છે.

offbeat news hatke news