માછીમારે નદીમાં ઝંપલાવીને ડૂબતા હરણના બચ્ચાને બચાવી લીધું

23 June, 2020 07:52 AM IST  |  Croatia | Gujarati Mid-day Correspondent

માછીમારે નદીમાં ઝંપલાવીને ડૂબતા હરણના બચ્ચાને બચાવી લીધું

નદીમાં ડૂબતા હરણના બચ્ચાને બચાવી લીધું

ક્રોએશિયાની મુરા નદીમાં એક હરણ પાણી પીવા આવેલું, પણ પગ લપસી જતાં એ પાણીમાં ડૂબવા માંડ્યું. એ નદીમાં મિત્રો સાથે ફિશિંગ કરવા આવેલા ઇવાન મેઝગા નામના માછીમારે એ જોયું. જસ્ટ ૨૧ વર્ષના ઇવાને ઘડીનોય વિલંબ કર્યા વિના હરણને ડૂબતું બચાવવા નદીમાં કૂદકો માર્યો હતો. ઇવાનના બે મિત્રો પણ તેની સાથે નદીમાં માછલી પકડી રહ્યા હતા. તેમણે ઇવાનની આ સાહસિકતાનો વિડિયો ઉતાર્યો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે કીચડવાળા પાણીની ઉપર રહેવાનો પ્રયાસ કરતા હરણને બચાવવા ઇવાન કૂદી પડે છે. ખાસ્સી જહેમતના અંતે હરણને ઊંચકીને તે બહાર લાવે છે. પાણીની બહાર આવી ગયા પછી ઠંડા પડી ગયેલા હરણને તેણે બ્લૅન્કેટમાં લપેટી લીધું અને નજીકના શહેરમાંથી હન્ટિંગ સોસાયટીના લોકોને બોલાવ્યા, જેઓ હરણને સુરક્ષિત સ્થળે લઈ ગયા. ઇવાન હવે અવારનવાર ફોન કરીને હરણના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરતો રહે છે.

croatia offbeat news hatke news international news