રસ્તા પર અચાનક ખાડો પડ્યો અને આખી કાર એમાં ગરક થઈ ગઈ

01 December, 2020 07:33 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

રસ્તા પર અચાનક ખાડો પડ્યો અને આખી કાર એમાં ગરક થઈ ગઈ

રસ્તા પર અચાનક ખાડો પડ્યો

ન્યુ યૉર્ક શહેરમાં થૅન્ક્સ ગિવિન્ગ ડેના દિવસે રસ્તાની વચ્ચે એક મોટો ખાડો પડી ગયો જેમાં એક એસયુવી કાર આખી ગરક થઈ ગઈ હતી. ગુરુવારે સવારે ક્વીન્સ ન્યુ યૉર્કના સિન્ક હોલમાં એક નારંગી કલરની ટૉયોટા આરએવી-4 મળી આવી હતી. જોકે આ ઘટના બની એ વખતે વાહનચાલક કારમાં નહોતો.

આ ઘટનાની તસવીરો સિટી કાઉન્સિલમૅન રૉબર્ટ હોલ્ડને ટ્વિટર પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

new york new york city offbeat news hatke news international news