૧.૨ કિલો વજન ધરાવતો ૫.૭ ઇંચનો આ કરચલો અધધધ ૩૨ લાખ રૂપિયામાં વેચાયો

09 November, 2019 09:21 AM IST  |  Japan

૧.૨ કિલો વજન ધરાવતો ૫.૭ ઇંચનો આ કરચલો અધધધ ૩૨ લાખ રૂપિયામાં વેચાયો

32 લાખમાં વેચાયો કરચલો

જપાનના ટોટોરીમાં એક સ્નો ક્રૅબ એટલે કે બર્ફીલા વિસ્તારમાં જોવા મળતો કરચલો ૪૬,૦૦૦ ડૉલર એટલે કે અંદાજે ૩૨.૮૧ લાખ રૂપિયામાં વેચાયો હતો.
ટોટોરી પ્રિફેક્ચર ફિશરીઝ અસોસિએશને જણાવ્યા મુજબ ૨.૭ પાઉન્ડ (આશરે ૧.૨૨ કિલો) વજન અને ૫.૭ ઇંચની છીપ ધરાવતો બર્ફીલો કાચબો મંગળવારે મચ્છીમારીની સીઝનની પહેલી જ ખેપમાં પકડાયો હતો અને પોર્ટ પરની સીઝનની પહેલી જ હરાજીમાં એ વેચાઈ ગયો હતો. અત્યાર સુધીનો આ દુનિયાનો સૌથી મોંઘો કરચલો મનાય છે.
કરચલો વેચતી કંપની કાનેમાસા હમાશિતા શોટને કરચલાની સૌથી ઊંચી ૪૬,૦૦૦ ડૉલરની બોલી લગાવી હતી. આ અગાઉ આ જ સ્થળે યોજાયેલા ઑક્શનમાં કંપનીએ ૧૮,૩૦૦ ડૉલર (અંદાજે ૧૩.૦૫ લાખ રૂપિયા)માં ખરીદી વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો. હરાજીમાં ખરીદવામાં આવેલો આ કરચલો ટોક્યોના ગિન્ઝા શૉપિંગ સેન્ટરમાં આવેલી રેસ્ટોરાંને વેચવામાં આવશે એમ કાચબો ખરીદનાર કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું હતું.

japan offbeat news hatke news