આ મૉડલ ગાયે સ્ટાઈલમાં કર્યું Catwalk,વીડિયો જોઈને તમે હસી રોકી નહીં શકો

27 February, 2021 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ મૉડલ ગાયે સ્ટાઈલમાં કર્યું Catwalk,વીડિયો જોઈને તમે હસી રોકી નહીં શકો

મૉડલ ગાય

તમે હંમેશા જોયું હશે કે સોશિયલ મીડિયા પર પ્રાણી અને પક્ષીઓના અતરંગી વીડિયોઝ અને ફોટોઝ ઝડપથી વાઈરલ થઈ જાય છે. જે જોઈને તમારો ખરાબ મૂડ પણ સારો થઈ જાય છે. એવાં ઘણા મજેદાર વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા હોય છે, જે જોઈને તમે આશ્ચર્યમાં મૂકાય જાઓ છો. આવી જ રીતે હાલ એક ગાયનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે એક મૉડલની જેમ Catwalk કરતી નજરે પડી રહી છે.

આ વીડિયો જોઈને તમે તમારી હસી રોકી નહીં શકો. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો ગાયનો કેટવૉકનો વીડિયો તમે જોઈ શકો છો કે, એક ગાય રોડ પર ચાલી રહી છે, પણ એની ચાલ ઘણી મજેદાર છે. ગાયનું ચાલવું જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ સુંદર મૉડલ રેમ્પ વૉક અથવા તો Catwalk કરી રહી છે.

ગાયની પગ રાખવાની સ્ટાઈલ જોઈને તમે આશ્ચર્ય પામશો. કારણકે કદાચ જ તમે આ પહેલા કોઈ ગાયને આવી રીતે ચાલતા જોઈ હશે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધી 27 હજારથી વધારે લોકોએ જોયો છે અને 2000થી વધારે લોકોએ આ પોસ્ટ પર કમેન્ટ્સ કરી છે.

offbeat news hatke news national news