લૉકડાઉનમાં યૂનિક લગ્ન, કપલે ફેસ શીલ્ડ અને માસ્ક પહેરીને લીધા સાત ફેરા

12 May, 2020 06:54 PM IST  |  Kanpur | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉનમાં યૂનિક લગ્ન, કપલે ફેસ શીલ્ડ અને માસ્ક પહેરીને લીધા સાત ફેરા

લૉકડાઉનમાં યૂનિક લગ્ન: તસવીર સૌજન્ય- ANI

વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઈરસથી લોકોના મનમાં ભય દેખાવા લાગ્યો છે, સાથે આ વાઈરસથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. કામ સિવાય કોઈને પણ બહાર જવાની મનાઈ છે. લૉકડાઉનના લીધે લગ્નનો અવસર પણ લંબાવવામાં આવી રહ્યો છે. એવી જ રીતે વાત કરીએ કાનપુરની તો, શિખ સમુદાયના બે પરિવારોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા દીકરીના લગ્ન કર્યા છે. ત્યારે વરરાજાએ અને નવવધૂએ માસ્ક સિવાય ફેસ શીલ્ડ પહેરીને એકબીજાને વરમાળા પહેરાવી છે. સૌથી પહેલા વરમાળા સહિત અન્ય સામાનને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું.

સરકારના ગૃહ મંત્રાલયની એક સલાહ છે કે 50 થી વધુ લોકો લગ્ન સમારોહમાં ભાગ લઈ શકશે નહીં. પરંતુ આ સમારોહમાં બન્ને પક્ષ તરફથી પાંચ-પાંચ લોકો જ સામેલ થયા હતા. તેઓએ ભારત સરકારની ગાઈડ લાઈન્સનું પાલન કર્યું હતું.

વરરાજા નારાયણ નારંગે જણાવ્યું કે લગ્નની તારીખ પહેલા જ નક્કી કરી લીધી હતી. પરંપરાઓ હેઠળ ગુરુદ્વારામાં લગ્ન સમારોહ યોજાયો હતો. દરેક લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું અન ચહેરાને માસ્ક અને શીલ્ડથી કવર કરી રાખ્યું હતું.

વરરાજા નારાયણ નારંગે કહ્યું કે આવા ઓછા ખર્ચે લગ્ન અત્યારે એકદમ સારા છે. બીજી બાજુ, નવવધૂ અદિતિ આ લગ્નને લઈને ઘણી ખુશ નજર આવી. એમણે કહ્યું કે ક્યારે વિચાર્યું નહોતુ કે મારા લગ્ન લૉકડાઉનમાં થશે.

kanpur offbeat news hatke news national news